Court News: કેરળ હાઈકોર્ટે કહ્યું હતું કે અદાલતો મુસ્લિમ વ્યક્તિને તલાક આપતા રોકી શકે નહીં. એટલું જ નહી એક કરતાં વધુ લગ્ન કરતા પણ અટકાવી શકે નહીં. કારણ કે તે મુસ્લિમ કાયદા અથવા શરિયત મુજબનું કાર્ય છે. કોર્ટે કહ્યું હતું કે આમ કરવું ભારતના બંધારણની કલમ 25 હેઠળ તેમના અધિકારોનું ઉલ્લંઘન થશે.
કોર્ટે શું કહ્યું?
જસ્ટિસ એ મોહમ્મદ મુસ્તાક અને જસ્ટિસ સોફી થોમસની ખંડપીઠે કહ્યું હતું કે જો છૂટાછેડા કે કોઈ ધાર્મિક કૃત્ય પર્સનલ લૉ અનુસાર કરવામાં ન આવે તો તેને કોર્ટ ઓફ લૉમાં પડકારવામાં આવી શકે છે. જો કે, કોઈ પણ અદાલત વ્યક્તિને તેમ કરતા રોકી શકે નહીં. ખંડપીઠે કહ્યું કે આવી બાબતોમાં કોર્ટનો અધિકારક્ષેત્ર મર્યાદિત છે.
કોર્ટ મુસ્લિમ પુરુષોને એક કરતા વધુ લગ્ન કરતા રોકી શકે નહીં
કોર્ટે એમ પણ કહ્યું હતું કે, મુસ્લિમ પુરૂષોને એક સમયે એકથી વધુ લગ્ન કરવાનો અધિકાર પર્સનલ લો હેઠળ નિર્ધારિત છે. કોર્ટ તેમને આમ કરવાથી રોકી શકે નહીં. નોંધપાત્ર વાત એ છે કે બેન્ચ એક મુસ્લિમની અરજી પર સુનાવણી કરી રહી છે. જેમાં ફેમિલી કોર્ટ દ્વારા પત્નીને છૂટાછેડા આપવા પર લગાવવામાં આવેલા પ્રતિબંધને પડકારવામાં આવ્યો છે. વાસ્તવમાં ફેમિલી કોર્ટે મુસ્લિમ પુરુષના બીજા લગ્ન વિરુદ્ધની અરજીને મંજૂરી આપી દીધી છે. જો કે, આ બંને આદેશોને ફગાવીને કેરળ હાઈકોર્ટે પીડિત મહિલાને કોર્ટમાં અરજી કરવાની મંજૂરી આપી છે.
પીડિત મહિલાને પિટિશન દાખલ કરવાની મંજૂરી
કોર્ટે કહ્યું કે પીડિત મહિલા પોતાની અરજી દાખલ કરી શકે છે. પરંતુ ફેમિલી કોર્ટ મુસ્લિમ પુરુષને છૂટાછેડા લેવા અને બીજા લગ્ન કરતાં રોકી શકે નહીં. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે ધાર્મિક મામલામાં કોઈ દખલ ન કરી શકે, આવું કરવું બિલકુલ ખોટું હશે.
Team India Head Coach: દ્રવિડને કોરોના થયા બાદ આ દિગ્ગજ ક્રિકેટરને Asia Cup માટે હેડ કોચ બનાવાયો
Cheteshwar Pujaraની ફરી ધમાલ, માત્ર 75 બૉલમાં ફટકારી દીધી તાબડતોડ સદી, વિરાટ-બાબરને છોડ્યા પાછળ