દેશ અને દુનિયામાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. કોરોનાને કારણે ઘણા લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. કેટલાક રાજ્યોએ દેશમાં કોરોનાને રોકવા માટે અનેક નિયંત્રણો પણ લગાવ્યા હતા. કોરોના મહામારી દરમિયાન કોરોનાના નિયમોના ભંગ બદલ દંડની પણ જોગવાઇ કરવામાં આવી હતી. અનેક રાજ્યોની સરકારોએ કરોડો રૂપિયા દંડ સ્વરૂપે વસૂલ્યા છે. કેરળ સરકારે દંડ સ્વરૂપે મોટી રકમ વસૂલી છે.


કેરળ સરકારે કોવિડ-19 પ્રોટોકોલનું ઉલ્લંઘન કરનારા લોકોને દંડ ફટકારી કરોડો રૂપિયાની કમાણી કરી છે. માહિતી અનુસાર, કેરળ સરકારે કોરોના પ્રોટોકોલનું ઉલ્લંઘન કરનારાઓને દંડ ફટકારીને 350 કરોડ રૂપિયાની અધધ કમાણી કરી છે. રાજ્ય સરકારના આંકડાઓ અનુસાર, 3.30 કરોડની વસ્તીમાંથી લગભગ પાંચમા ભાગની વસ્તીને કોરોનાના નિયમોને તોડવા બદલ સજા કરવામાં આવી છે.


માસ્ક ન પહેરવા બદલ સૌથી વધુ દંડ


માસ્ક ન પહેરવા માટે દંડની જોગવાઈ કરવામાં આવી હતી. માસ્ક ન પહેરનારાઓ પાસેથી સૌથી વધુ દંડ વસૂલવામાં આવ્યો હતો. 42.74 લાખથી વધુ લોકો પાસેથી 214 કરોડ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા છે. બાકીની રકમ તે લોકો પાસેથી વસૂલવામાં આવી હતી જે કોઇ પણ યોગ્ય કારણ વિના ઘરની બહાર નીકળ્યા હતા.


 


Vodafone-ideaએ આ કારણસર 8 હજાર સિમ કાર્ડને કરી દીધા બ્લૉક, જાણો શું હતી આ કાર્ડમાં ભૂલ....


સ્ટૉરેજનુ ટેન્શન ખતમ ! આવી ગયો 1TB મેમરી વાળો આ સ્પેશ્યલ ફોન, જાણો કિંમતથી લઇને તમામ ડિટેલ્સ


IPL 2022: ચેન્નાઈ સુપર કિંગ્સ પર આ રીતે ભારી પડે છે મુંબઈ ઈન્ડિયન્સ, જાણો સૌથી વધુ મેચ કોણે જીતી


અમેઝૉનની ડીલમાં બેસ્ટ Dyson Air Purifier ખરીદો 50% સુધીના ડિસ્કાઉન્ટ પર ! જાણી લો ઓફર...........


Women’s World Cup: ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા પહોંચ્યા સેમિફાઇનલમાં, આવી રીતે ટીમ ઇન્ડિયા પહોંચી શકે છે સેમિફાઇનલમાં