નવી દિલ્હી: રાજધાની દિલ્હીની વિધાનસભા ચૂંટણીમાં એકવાર ફરી આમ આદમી પાર્ટી સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવી છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીની 70 સીટ પૈકી આમ આદમી પાર્ટી(AAP)ને 62 અને ભારતીય જનતા પાર્ટી(BJP)ને 8 સીટ મળી છે. કોંગ્રેસ સતત બીજી વખત વિધાનસભા ચૂંટણીમાં ખાતું ખોલાવી શકી નથી.
કેજરીવાલની જીતના 5 કારણો
1)ભાજપે દિલ્હીમાં શાહીનબાગના આંદોલનને ચૂંટણી મુદ્દો બનાવ્યો તેની સામે કેજરીવાલે વીતેલા પાંચ વર્ષમાં વિકાસના કામ ગણાવ્યા. તેના આધારે પ્રચાર કરીને વોટ માંગ્યા અને દિલ્હીની જનતાએ તેનો સ્વીકાર કર્યો અને 70માંથી 62 બેઠક પર જીત અપાવી.
2) કેજરીવાલે ચૂંટણીમાં ફ્રી વીજળી અને પાણી પર લોકો પાસે વોટ માંગ્યા. દિલ્હીની ઝૂંપડપટ્ટીઓમાં રહેતા લોકોને કેજરીવાલ સરકારની યોજનાથી ફાયદો થયો અને તેમના રૂપિયા બચ્યા. દિલ્હી સરકાર તરફથી કરવામાં આવેલું આ કામ ગરીબ જનતા તરફથી વોટના રૂપમાં રિટર્ન ગિફ્ટ તરીકે મળ્યું.
3) કેજરીવાલ અને આમ આદમી પાર્ટી વિધાનસભા ચૂંટણીમાં પીએમ મોદી પર સીધો અને વ્યક્તિગત હુમલો કરવાથી બચતા રહ્યા. કેજરીવાલે મોદીને લઈ એક પણ વિવાદિત ટિપ્પણી કરી નહોતી, જેનો ફાયદો તેમને ચૂંટણીમાં મળ્યો. મોદી સમગ્ર દેશની જેમ દિલ્હીમાં પણ ઘણા લોકપ્રિય છે અને લોકોને તેમના વિશે ખરુ-ખોટું સાંભળવું પસંદ નથી.
4)દિલ્હીની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પીએમ મોદીની લોકપ્રિયતા અને રાજકીય કદને જોતાં તેને મોદી vs કેજરીવાલ ન બનવા દીધું. આમ આદમી પાર્ટી વારંવાર દિલ્હીમાં મુખ્યમંત્રી પદના ચહેરો બતાવવા માટે પડકાર ફેંકતી રહી.
5) આ વિધાનસભા ચૂંટણીમાં ભાજપના નેતાઓએ કેજરીવાલ અને તેમની પાર્ટી માટે પાકિસ્તાન, આતંકવાદી જેવા શબ્દોનો ઉપયોગ કર્યો. જ્યારે કેજરીવાલ અને તેમની પાર્ટીના એકપણ નેતાએ આવા શબ્દોનો ઉપયોગ કર્યો નહોતો. તેમના બદલે આપના નેતાએ વિકાસ પર ફોક્સ કરીને મત માંગ્યા હતા.
Delhi Election Results: પી ચિદમ્બરમે કહ્યું,- AAPની જીત થઈ, મૂર્ખ બનાવતા તથા ફેંકનારા લોકોની હાર થઈ
Delhi Election Results: ‘હનુમાન ચાલીસાના પાઠથી કેજરીવાલ જીત્યા’, BJPના દિગ્ગજ નેતાનું નિવેદન
Delhi Election Results: 2015ની જેમ 2020માં પણ ન ખુલ્યું કોંગ્રેસનું ખાતું, મતની ટકાવારી જાણીને ચોંકી જશો
Delhi Election Results: આ 5 કારણોથી કેજરીવાલે દિલ્હીમાં જીતની લગાવી હેટ્રિક, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 Feb 2020 09:44 PM (IST)
દિલ્હી વિધાનસભાની ચૂંટણીની 70 સીટ પૈકી આમ આદમી પાર્ટી(AAP)ને 62 અને ભારતીય જનતા પાર્ટી(BJP)ને 8 સીટ મળી છે. કોંગ્રેસ સતત બીજી વખત વિધાનસભા ચૂંટણીમાં ખાતું ખોલાવી શકી નથી.
(જીત બાદ કેજરીવાલને MLAનું સર્ટિફિકેટ આપતાં રિટર્નિંગ ઓફિસર)
- - - - - - - - - Advertisement - - - - - - - - -