નવી દિલ્હીઃ દિલ્હી સરકારની નામકરણ સમિતિએ પ્રગતિ મેદાન મેટ્રો સ્ટેશનનું નમ બદલીને સુપ્રીમ કોર્ટ મેટ્રો સ્ટેશન કરવાનો ફેંસલો મંગળવારે લીધો હતો. આ અંગેની જાહેરાત કરતાં દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું, સમિતિએ તેની બેઠકમાં મુકરબા ચોક અને તેના ફ્લાયઓવરનું નામ કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા કેપ્ટન વિક્રમ બત્રાના નામ પરથી રાખવાનો ફેંસલો લીધો છે.


તેમણે એમ પણ જણાવ્યું કે, બદરપુર-મેહરૌલી રોડનું નામ બદલીને આચાર્ય શ્રી મહાપ્રજ્ઞા માર્ગ કરી દેવાશે. થોડા સમય પહેલા જ રેસકોર્સ મેટ્રો સ્ટેશનનું નામ બદલીને લોક કલ્યાણ માર્ગ કરી દેવામાં આવ્યું હતું.


દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું, મને જણાવતા ઘણી ખુશી થાય છે કે દિલ્હી સરકારે મુકરબા ચોક તથા ફ્લાઇઓવરનું નામ શહીદ કેપ્ટન વિક્રમ બત્રાના નામ પરથી રાખવાનો ફેંસલો લીધો છે. આપણા શહીદોની કુર્બાનીથી જ દેશ સુરક્ષિત છે. જય હિંદ.

બરાક ઓબામાએ જાહેર કર્યુ પસંદગીના ગીતોનું લિસ્ટ, એક ભારતીય સિંગર પણ સામેલ, નામ જાણીને ચોંકી જશો

New Year 2020: ન્યૂઝીલેન્ડના લોકોએ આતશબાજી સાથે કર્યું નવા વર્ષનું સ્વાગત, જુઓ તસવીરો

ક્રિકેટના મેદાન પર 2019નો શાનદાર અંત કરી આ અંદાજમાં રજા ગાળી રહ્યા છે ટીમ ઈન્ડિયાના ખેલાડી, જુઓ તસવીરો