Arvind Kejriwal Bail: સુપ્રીમ કોર્ટે દિલ્હી દારૂ કૌભાંડ કેસ સંબંધિત CBI કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આજે જામીન આપ્યા છે. જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાની ખંડપીઠે તેમને 10-10 લાખ રૂપિયાના બોન્ડ પર જામીન આપ્યા હતા. સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને આ મામલે જાહેરમાં કોઈ ટિપ્પણી ન કરવાનો પણ નિર્દેશ આપ્યો છે.
જો કે, અરવિંદ કેજરીવાલને જામીન અપાવવામાં વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીની દલીલોએ મોટી ભૂમિકા ભજવી હતી. ચાલો જાણીએ કે અરવિંદ કેજરીવાલને કેવી રીતે જામીન મળ્યા અને કઈ દલીલોએ તેમનો રસ્તો મોકળો કર્યો.
અભિષેક મનુ સિંઘવીએ સુપ્રીમ કોર્ટમાં આ દલીલો રજૂ કરી હતી
- જે વ્યક્તિ બંધારણીય હોદ્દા પર હોય છે તેના ફરાર થવાનું જોખમ નથી.
- ટ્રિપલ ટેસ્ટની શરતો અરવિંદ કેજરીવાલની તરફેણમાં છે. આ સિવાય પુરાવા સાથે છેડછાડની કોઈ શક્યતા નથી.
- ED કેસમાં 9 ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે અને CBI કેસમાં 5 ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.
- સીબીઆઈએ જે આધાર પર અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી તે જાન્યુઆરીનો હતો, જ્યારે સીબીઆઈએ 25 જૂને તેમની ધરપકડ કરી.
- સીબીઆઈ પાસે કોઈ પુરાવા નથી અને તેઓએ એક નિવેદનના આધારે કેજરીવાલની ધરપકડ કરી છે.
- તેની ધરપકડ કર્યા પછી સીબીઆઈએ કહ્યું હતું કે તે તપાસમાં સહકાર નથી આપી રહ્યા અને જવાબ આપવાનું ટાળી રહ્યા છે.
- અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, પીએમએલએની કડક જોગવાઈઓ પર સુપ્રીમ કોર્ટે આ કેસમાં મુક્તિના બે વિગતવાર આદેશ આપ્યા છે. ત્રીજા આગોતરા જામીન આપે છે. આ એક ઈન્સ્યોરન્સ ધરપકડ છે.
- FIR દાખલ કર્યાના આઠ મહિના પછી અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. પીએમએલએ હેઠળ બેવડી શરતોની જોગવાઈ છે. કડક નિયમો હોવા છતાં અમારા પક્ષમાં બે નિર્ણયો લેવામાં આવ્યા છે.
જામીન માટે શું હશે શરતો
- અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી કાર્યાલય જઈ શકશે નહીં.
- કોઈપણ ફાઇલ પર સહી કરી શકશે નહીં.
- કેસ સંબંધિત બાબતો પર જાહેરમાં ચર્ચા કે ટિપ્પણી નહીં કરે.
- તપાસમાં અવરોધ કે સાક્ષીઓને પ્રભાવિત કરવાનો પ્રયાસ નહીં કરે.
- જરૂર પડશે તો ટ્રાયલ કોર્ટમાં હાજર થશે અને તપાસમાં સહકાર આપશે.
આ પણ વાંચો..