નવી દિલ્હીઃ સંસદ ભવનની કેન્ટીનમાં સાંસદો જમવા પર મળતી સબ્સિડી ખતમ કરી દેવામાં આવી છે. સ્પીકરના પ્રસ્તાવ પર તમામ સાંસદોએ સહમતિ આપી હતી. આ ફેંસલાથી સરકારના વાર્ષિક 17 કરોડ રૂપિયા બચશે.


ગત લોકસભામાં કેન્ટીન ફૂડના ભાવ વધારવામાં આવ્યા હતા અને સબ્સિડીની રકમ પણ ઘટાડી દેવામાં આવી હતી. પરંતુ હવે સબ્સિડીને પૂરી રીતે ખતમ કરી દેવામાં આવી છે.

2012-13માં 12.52 કરોડ, 2013-14માં 14.09 કરોડ, 2014-15માં 15.85 કરોડ, 2015-16માં 15.97 કરોડ અને 2016-17માં 15.40 કરોડ રૂપિયા સબ્સિડી પેટે આપવામાં આવ્યા હતા.

અર્થવ્યવસ્થા પર દિશાહીન થઈ સરકાર, PM બેઠા છે મૌનઃ પી ચિદમ્બરમનો પ્રહાર

મોદી સરકારને તગડો ઝટકો, રિઝર્વ બેંકે GDPનો અંદાજ ઘટાડીને 5% ટકા કર્યો

કર્ણાટકઃ બે દિવસ પહેલા પંજો છોડી ભાજપમાં ભળી ગયા હતા આ નેતા, ફરી કોંગ્રેસમાં વાપસી કરી કહ્યું- મને......