મુંબઈઃ ભારતીય જનતા પાર્ટીના નેતા અને મહારાષ્ટ્રના તત્કાલિન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે 23 નવેમ્બરે અચાનક મુખ્યમંત્રી પદના શપથ લઈને બધાને ચોંકાવી દીધા હતા. તેમની સાથે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના નેતા અજીત પવારે પણ ડેપ્યુટી સીએમ પદના શપથ લીધા હતા. પરંતુ બહુમતના આંકડાથી દૂર હોવાના કારણે ફ્લોર ટેસ્ટ પહેલા જ બંનેએ રાજીનામા આપી દીધા હતા. જે બાદ ઘણા દિવસોની કવાયત બાદ એનસીપી, કોંગ્રેસ અને શિવસેનાએ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં સરકાર બનાવી હતી.


બહુમતી નહોતી છતાં પણ ફડણવીસે અચાનક કેમ સીએમ પદના શપથ કેમ લીધા ? તેને લઈ હવે ખુદ ફડણવીસે મોટો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું, એનસીપી નેતા અજીત પવારે તેની પાસે એનસીપીના તમામ 54 ધારાસભ્યોનું સમર્થન હોવાનું આશ્વાસન આપ્યું હતું. આ અંગે તેણે શરદ પવાર સાથે ચર્ચા કરી હોવાનું જણાવ્યું હતું.

ફડણવીસે કહ્યું, અજીત પવારે અમારો સંપર્ક કર્યો અને કહ્યું એનસીપી કોંગ્રેસની સાથે જવા નથી ઈચ્છતી. શિવસેના, કોંગ્રેસ અને એનસીપી ગઠબંધન સરકાર નહીં ચલાવી શકે. અમે સ્થિર સરકાર આપવા માટે બીજેપી સાથે જવા ઈચ્છીએ છીએ.

અજીત પવાર સાથે હાથ મિલાવવાનું પગલું ઉલટું પડ્યું અને કહ્યું, આગામી દિવસોમાં આ અંગેની ઘણી વાતો સામે આવશે.

અમરેલીઃ માનવભક્ષી દીપડાનો આતંક યથાવત, બગસરાના લુંઘીયા ગામે મોડી રાત્રે દીપડાના બે હુમલા

મ્યૂઝિક છોડીને ખેતીવાડી કરી રહ્યો છે આ સિંગર, પિતા હતા બોલીવુડના જાણીતા કોમેડિયન