Dog Viral Video : કુતરાને મનુષ્યની સૌથી નજીક માનવામાં આવે છે. કુતરા પણ માણસોને પ્રેમ કરે છે અને તેમના માટે ઘણું બધું કરે છે. ક્યારેક આ નિર્દોષ કુતરા  પણ પોતાના માલિકને ખુશ કરવા માટે આવું કૃત્ય કરે છે જે ખૂબ મજાની વાત છે પણ યોગ્ય નથી. કુતરાઓને લાગે છે કે તેમના માસ્ટર તેમનાથી ખુશ થશે..


આવો જ એક ફની વીડિયો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો છે જેમાં એક કુતરો તેના મોંઢામાં કોબીનો પકડેલો જોઈ શકાય છે. આ  વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે કુતરો  પાડોશીના બગીચામાંથી આ કુતરો કોબી ચોરી રહ્યો છે. આ વિડીયો તમને હસાવશે. જુઓ ચોર બનેલા કુતરાનો આ વિડીયો - 






કુતરાનો આ ફની વિડીયો બે દિવસ પહેલા ઈન્સ્ટાગ્રામ પેજ "dogsofinstagram" દ્વારા શેર કરવામાં આવ્યો છે અને જોતા જોતા 1 લાખથી વધુ લોકોએ તેને લાઈક કર્યો છે. આ વીડિયો એટલી ઝડપથી વાયરલ થયો છે કે અત્યાર સુધીમાં 15 લાખથી વધુ  લોકો આ વીડિયોને જોઈ ચૂક્યા છે. વીડિયોમાં આ કુતરાને કોબીની ચોરી કરતો જોવો યુઝર્સ માટે ખૂબ જ ફની છે. માલિક પાસે તેની કોબી લાવતી વખતે કૂતરો તેની પૂંછડી હલાવી રહ્યો છે અને ખુશ છે.


આ પણ વાંચો : 


Ranbir Kapoor : ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ છે રણબીર કપૂર, પોતાના સિક્રેટ એકાઉન્ટનો કર્યો ખુલાસો


KHEDA : માતરમાં ગાંધીનગરના પૂર્વ કલેક્ટર IAS એસ.કે.લાંગા પણ બોગસ ખેડૂત બન્યાના આરોપો, મહેસુલ વિભાગે શરૂ કરી કાર્યવાહી


BANASKANTHA : વડગામના કરમાવદ અને મુક્તેશ્વર તળાવ ભરવા અંગે મોટા સમાચાર, જાણો શું કહ્યું CM ભુપેન્દ્ર પટેલે