Draupadi Murmu Presidential Election: NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ચૂંટણી 2022 માટે પોતાનું ઉમેદવારી પત્ર ભરી દીધું છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની સાથે હાજર રહ્યા હતા. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે NDA સિવાય મુર્મુને અન્ય કેટલીક પાર્ટીઓના સમર્થનની પણ જરૂર છે, જેના માટે તેમણે પોતે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે ફોન પર વાત કરી હતી. એવું કહેવામાં આવ્યું છે કે દ્રૌપદી મુર્મુએ મમતા સાથે તેમને સમર્થન આપવા અંગે વાતચીત કરી હતી.
મમતા બેનર્જીએ શું કહ્યું?
દ્રૌપદી મુર્મુ સાથે ફોન પર વાતચીત દરમિયાન મમતા બેનર્જીએ તેમને તેમના વતી શુભેચ્છા પાઠવી હતી. પરંતુ મમતા બેનર્જીએ સમર્થન આપવા પર સહમતિ વ્યક્તિ કરી નહોતી. મમતાએ મુર્મુને કહ્યું હતું કે આ અંગે પાર્ટી નક્કી કરશે કે શું કરવું જોઇએ. જોકે, દ્રૌપદી મુર્મુને મમતા સમર્થન આપે તેવી કોઇ શક્યતા નથી કારણ કે તેમની પોતાની પાર્ટી ટીએમસીના નેતા યશવંત સિંહા પણ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર છે. વિરોધ પક્ષોએ તેમને પરસ્પર સહમતિથી ઉમેદવાર બનાવ્યા છે.
મમતા બેનર્જી ઉપરાંત NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને NCP ચીફ શરદ પવાર સાથે પણ વાત કરી હતી. જેમાં તેમણે આ તમામ મોટી પાર્ટીઓનું સમર્થન માંગ્યું છે. મુર્મુને તમામ શુભકામનાઓ મોકલવામાં આવી છે. એવું કહેવામાં આવ્યું છે કે ઉમેદવારી નોંધાવતા પહેલા મુર્મુ તરફથી તમામ નેતાઓને ફોન કરવામાં આવ્યા હતા.
રાષ્ટ્રપતિ ચૂંટણી માટે એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ પોતાનુ નામાંકન દાખલ કરી દીધુ છે. દ્રૌપદી મુર્મૂ સંસદ ભવનમાં રાજ્યસભાના સેક્રેટરી જનરલની ઓફિસમાં નામાંકન ભર્યુ, આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા સહિતના બીજેપી શાસિત રાજ્યોના તમામ મુખ્યમંત્રી તેમની સાથે હાજર રહ્યાં હતા.
જ્હાન્વીની બૉલ્ડનેસે ઉડાવ્યા હોશ, જમીન પર સૂતા સુતા આપ્યા સેક્સી પૉઝ, તસવીરો વાયરલ