નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર કોઇને કોઇ ખબર વાયરલ થતી હોય છે. આ પૈકી ઘણી સાચી તો અમુક ભ્રામક હોય છે. આવી ભ્રામક ખબરને જોઈ ઘણા લોકો ભોળવાઈ જતા હોય છે અને ક્યારેક છેતરપિંડીનો ભોગ પણ બનતાં હોય છે. તાજેતરમાં જ આવી એક ખબર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જે બાદ સરકારે સ્પષ્ટતા કરવી પડી હતી.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી ખબર મુજબ, વોટ્સએપ પર એક મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે વધતી બેકારીને જોઈને બજેટ 2021 મુજબ મહાશિવરાત્રિથી ભારત સરકાર બેરોજગારોને ઘેર બેઠાં દરરોજ રૂપિયા 1000-2000 કમાવાનો મોકો આપે છે.
આ મેસેજ વાયરલ થયા બાદ પીઆઈબી ફેક્ટ ચેકે સ્પષ્ટતા કરતાં લખ્યું, આ દાવો બોગસ છે. ભારત સરકારે આવી કોઈ જાહેરાત કરી નથી.
પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. પીઆઈબી ફેક્ટ ચેકને કોઈ પણ શંકાસ્પદ સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો અથવા pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.
જો બાઈડેને લીધો મોટો નિર્ણય, ભારતીયોને થશે ફાયદો, જાણો વિગત
Coronavirus: દેશમાં ફરી વધ્યું કોરોના સંકટ, 23 ડિસેમ્બર બાદ પ્રથમ વખત આવ્યા આટલા કેસ