Farmers Protest: દિલ્હીમાં ખેડૂતોના પ્રદર્શનને જોતાં સેના બોલાવવામાં આવી ? જાણો વાયરલ મેસેજની શું છે હકીકત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 12 Dec 2020 10:44 AM (IST)
કૃષિ કાનૂન સામે વિરોધ કરી રહેલા ખેડૂતોના આંદોલનનો આજે 17મો દિવસ છે.
નવી દિલ્હીઃ કૃષિ કાનૂન સામે વિરોધ કરી રહેલા ખેડૂતોના આંદોલનનો આજે 17મો દિવસ છે. કેન્દ્ર સરકાર સાથે વાતચીત નિષ્ફળ રહ્યા બાદ ખેડૂતોએ દિલ્હી જયપુર અને આગ્રા હાઇવેને આજથી બંધ કરવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત દેશભરમાં તમામ ટોલ નાકાને ટોલ ફ્રી કરવાનું એલાન કર્યુ છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે દિલ્હીમાં ખેડૂતોના પ્રદર્શનને જોતા સેનાને બોલાવવામાં આવી છે. પીઆઈબી ફેક્ટ ચેક દ્વારા આ દાવાનું ખંડન કરવામાં આવ્યું છે. પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વિટ કરીને લખ્યું, આ દાવો ફેક છે. આ સૈનિકોની નિયમિત અવરજવરનો એક વીડિયો છે. તેનો ખેડૂત પ્રદર્શન સાથે કોઈ સંબંધ નથી. નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. પીઆઈબી ફેક્ટ ચેકને કોઈ પણ સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો. કાર ખરીદવાનો છે પ્લાન તો આ 3 કાર બજેટમાં થઈ શકે છે ફિટ, જાણો વિગતે Vaccine Update: કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશ અમેરિકામાં પણ આ રસીને મળી મંજૂરી, જાણો વિગત કમોસમી વરસાદથી સૌરાષ્ટ્રનો કયો જાણીતો ડેમ થયો ઓવરફ્લો ? જાણો વિગત