Fact Check: સોશિયલ મીડિયા પર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાં ઘણી ભ્રામક હોય છે. હાલ આવી જ એક ખબર વાયરલ થઈ રહી છે. જેમાં લખવામાં આવ્યું છે કે, મોદીના અધ્યક્ષસ્થાને મળેલી સીસીએસમાં સીખોને ઈન્ડિયન આર્મીમાંથી દૂર કરવાની માંગ થઈ છે.


વાયરલ વિડિયોના દાવાના સંદર્ભમાં એક ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે સુરક્ષા પરની કેબિનેટ કમિટીની બેઠકમાં ભારતીય સેનામાંથી શીખોને હટાવવાની માંગ કરવામાં આવી હતી. જે બાદ પીઆઈબી ફેક્ટે કહ્યું આ દાવો ખોટો છે.  આવી કોઈ ચર્ચા કે મીટિંગ થઈ નથી.






દિલ્હી પોલીસે નોંધ્યો કેસ


કેબિનેટ કમિટિનો વિકૃત અથવા છેડછાડ કરેલો વીડિયો સામે આવ્યા બાદ દિલ્હી પોલીસે કેસ નોંધ્યો છે. જેમાં કેટલાક લોકોએ એવું બતાવવાનો પ્રયાસ કર્યો હતો કે મીટિંગ શીખ સમુદાયની વિરુદ્ધ હતી. અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયાના મોનિટરિંગ દરમિયાન એવું જણાયું હતું કે ટ્વીટર પર કેટલાક ટ્વીટર હેન્ડલ્સ દ્વારા નકલી/છેડછાડનો વીડિયો શેર કરવામાં આવ્યો હતો.


પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. પીઆઈબી ફેક્ટ ચેકને કોઈ પણ સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.


આ પણ વાંચોઃ Omicron Cases India Tally: ગુજરાતને અડીને આવેલા આ મોટા રાજ્યમાં ઓમિક્રોનના છે સૌથી વધુ કેસ, જાણો રાજ્યવાર સ્થિતિ


Gangasagar Mela: આજથી શરૂ થયેલા ગંગાસાગર મેળામાં Corona ની એન્ટ્રી, ચાર સાધુ કોરોના પોઝિટિવ આવતાં ફફડાટ


India Corona Cases Today: ભારતમાં 24 કલાકમાં નોંધાયા 1.42 લાખ કેસ, જાણો ગઈકાલ કરતાં આજે કેટલા ટકા વધ્યા કેસ