નવી દિલ્લી: મહિલાઓના ઉત્થાન માટે કામ કરતી જાણીતી સામાજિક કાર્યકર્તા અને લેખિકા, કવિયત્રી કમલા ભસીનનું આજે સવારે નિધન થઇ ગયું. તેમનો થોડો દિવસ કેન્સરનો રિપોર્ટ આવ્યો હતો. સામાજિક કાર્યકર્તા કવિતા શ્રીવાસ્તવે ટ્વીટ કરીને ત તેમના નિધનની જાણકારી આપી હતી.  


મોટાભાગે ગીતો, કલા,  ગૈર સાહિત્યિક સાધનોનો ઉપયોગ કરીને તે સમાજમાં મહિલાનું ઉત્થાનનું કામ કરતી હતી. ભસીને નારીવાદ અને પિતૃ સત્તાને સમજતાં અનેક પુસ્તકો લખ્યા છે.



તેમણે ટ્વિટર પર લખ્યું કે,’અમારી પ્રિય મિત્ર કમલા ભસીનનું આજે 25 સપ્ટેમ્બરે રાત્રે 3 વાગ્યે નિધન થઇ ગયું છે. તે ભારત અને દક્ષિણ એશિયાઇ વિસ્તારમાં મહિલાના ઉત્થાન માટે હાલ કાર્યરત હતા. વિપરિત પરિસ્થિતિમાં પણ તેમણે જીવનનો ઉત્સવ મનાવ્યો. કમલા આપ અમારા દિલમાં હંમેશા જીવંત રહેશો, એક બહેન છે ખૂબ જ આઘાતમાં છે”



અભિનેત્રી અને સામાજિક કાર્યકર્તા શબાના આઝમીએ પણ કમલા ભસીનના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કરતા કહ્યું કે, ‘તેજતર્રાર કમલા ભસીને તેમની અંતિમ લડાઇ, ગાયન અને જીવનને સારી રીતે જીવ્યું છે અને જીવવાનું જશ્ન મનાવ્યું છે. તેમની કમી હંમેશા મહેસૂસ થશે..તેમનું સાહસ, હાજરી, ગીત. તેમની અદભૂત તાકત જ તેમની વિરાસત છે. અમે બધા જ તેને સંગ્રહીન રાખીશું”










આ પણ વાંચો


કોણ છે ભારતની આ યંગ ઓફિસર, જેણે UNમાં ઇમરાન ખાનની બોલતી કરી દીધી બંધ?


વિદેશ યાત્રાએ જતાં લોકો માટે સારા સમાચાર, CoWIN એપ પર મળશે આ નવી સુવિધા


મહારાષ્ટ્રઃ સાત ઓક્ટોબરથી ફરીથી ખુલશે તમામ ધર્મસ્થળો, મુખ્યમંત્રીએ કહ્યું- સંક્રમણ ઘટ્યું છે પણ જોખમ યથાવત