દુબઈઃ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા T-20 રેન્કિંગ જાહેર કરવામાં આવ્યા છે. ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી 10માં નંબર પર પહોંચી ગયો છે. જ્યારે લોકેશ રાહુલ નંબર-2 પર યથાવત્ છે. પાકિસ્તાનનો બેટ્સમેન બાબર આઝમ નંબર 1 ટી-20 બેટ્સમેન છે.
કોણે છીનવ્યું કોહલીનું સ્થાન
પહેલા કોહલી 9માં નંબર પર હતો. પરંતુ હવે 673 પોઇન્ટ સાથે નવમાથી 10મા ક્રમે આવી ગયો છે. દક્ષિણ આફ્રિકા સામે ત્રણ મેચની ટી-20 સીરિઝમાં ઈંગ્લેન્ડની 2-1થી જીત દરમિયાન બે અડધી સદીની મદદથી 136 રન બનાવનારો કેપ્ટન ઈયોન મોર્ગન 687 પોઇન્ટ સાથે નવમા સ્થાન પર પહોંચી ગયો છે. પિંડીની ઈજામાંથી મુક્ત થઈ રહેલો ભારતીય બેટ્સમેન રોહિત શર્મા 662 પોઇન્ટ સાથે 11મા ક્રમ પર છે.
ટોપ-10 બેટ્સેમનમાં એક અફઘાનિસ્તાનનો
ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન એરોન ફિંચ (810 પોઇન્ટ) ત્રીજા, ન્યૂઝીલેન્ડનો કોલિન મુનરો (785 પોઈન્ટ) ચોથા, ઓસ્ટ્રેલિયાનો ગ્લેન મેક્સવેલ (766 પોઇન્ટ) પાંચમા ક્રમે છે. ટી-20ના ટોપ-10 બેટ્સમેનોમાં અફઘાનિસ્તાનનો એક બેટ્સમેન પણ છે. અફઘાનિસ્તાનનો હઝરતુલ્લા 692 પોઇન્ટ સાથે આઠમા ક્રમે છે.
ટોપ બોલર્સમાં અફઘાનિસ્તાનનો દબદબો
ટી-20ના ટોપ 10 બોલર્સમાં ભારતનો એક પણ બોલર નથી. પ્રથમ વખત નંબર 1 અને 2 પર અફઘાનિસ્તાનના બોલર્સ છે. 749 પોઇન્ટ સાથે રાશિદ ખાન પ્રથમ અને 742 પોઇન્ટ સાથે મુઝીબ ઉર રહમાન બીજા સ્થાન પર છે. 677 પોઇન્ટ સાથે ન્યૂઝીલેન્ડનો મિચેલ સેન્ટર ત્રીજા, 674 પોઇન્ટ સાથે ઓસ્ટ્રેલિયાનો એડમ ઝેમ્પા ચોથા ક્રમે છે. ટી-20ના ટોપ-10 બોલર્સમાં મોટાભાગના બોલર્સ છે.
ઓલરાઉન્ડર્સમાં એક પણ ભારતીય નહીં
ટી-20ના ટોપ 10 ઓલરાઉન્ડર્સમાં પણ ભારતનો એક પણ ખેલાડી નથી. અફઘાનિસ્તાનનો મોહમ્મદ નબી નંબર એક (319 પોઇન્ટ) છે. જ્યારે ઓસ્ટ્રેલિયાનો ગ્લેન મેક્સવેલ (231 પોઇન્ટ) બીજા ક્રમે છે.
લ્યો બોલો, રાજકોટના ઝૂમાં બહારથી આવ્યો દીપડો ને હરણનું કર્યું મારણ, જાણો વિગતે
નિર્ભયા મામલોઃ દોષિતો સામે નવું ડેથ વોરંટ થયું જાહેર, આ દિવસે થશે ફાંસી
કેજરીવાલે કરી ખાતાની ફાળવણી, પોતાની પાસે ન રાખ્યો એક પણ વિભાગ, જાણો કોને કયું ખાતું આપ્યું
ICC T-20 રેન્કિંગ થયું જાહેર, કોહલીને લાગ્યો મોટો ફટકો, જાણો કેટલામાં ક્રમે પહોંચ્યો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Feb 2020 06:05 PM (IST)
ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી 10માં નંબર પર પહોંચી ગયો છે. જ્યારે લોકેશ રાહુલ નંબર-2 પર યથાવત્ છે.
(ન્યૂઝીલેન્ડ સામેની ટી-20 શ્રેણીમાં શોટ ફટકારતો વિરાટ કોહલી)
- - - - - - - - - Advertisement - - - - - - - - -