નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયાના યુદ્ધના કારણે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને વતન લાવવા માટે એર ઇન્ડિયાની ફ્લાઇટ રોમાનિયાના બુકારેસ્ટથી મુંબઇ આવવા રવાના થઇ ગઇ છે.


આ ફ્લાઈટ શનિવારે સવારે જ મુંબઈથી બુકારેસ્ટ શહેર પહોંચી હતી. આમાં 470 વિદ્યાર્થીઓને ભારત પરત લાવવામાં આવી રહ્યા છે. આ ફ્લાઈટ રાત્રે 9 વાગ્યા સુધીમાં મુંબઈ પહોંચે તેવી શક્યતા છે. બીજી એક ફ્લાઇટ દિલ્હીથી હંગેરી માટે રવાના થઇ ચૂકી છે.






ભારત સરકારના નિયમો અનુસાર એરપોર્ટ પર તમામ મુસાફરોની મેડિકલ તપાસ કરવામાં આવશે. કોરોનાની  રસીના સર્ટિફિકેટની પણ ચકાસણી કરાશે. જેણે રસી નહી લીધી હોય તેવા મુસાફરોના RTPCR ટેસ્ટ કરવામાં આવશે. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પોલેન્ડ અને હંગેરી મારફતે વતન પરત લાવવામાં આવી રહ્યા છે.


રોમાનિયાના બુકારેસ્ટથી ભારતીય મુસાફરોને લઈને પ્રથમ ફ્લાઈટ મુંબઈ જવા રવાના થઈ છે. આ ફ્લાઈટ રાત્રે 9 વાગ્યા સુધીમાં મુંબઈ પહોંચી શકે છે. રોમાનિયાના બુકારેસ્ટથી એર ઈન્ડિયાની બીજી ફ્લાઈટે દિલ્હી આવવા ઉડાણ ભરી છે.છે.


 


Video : 'યુક્રેનમાં ટેક્સી ડ્રાઇવર ગુજરાતી યુવક સહિત ગર્ભવતીને અધવચ્ચે છોડીને જતો રહ્યો, ગર્ભવતી મહિલાને પેઇન ચાલું થઈ ગયું છે'


Video: રશિયાની ટેન્કે યુક્રેનના આ વ્યક્તિની કાર કચડી , વૃદ્ધનો થયો ચમત્કારિક બચાવ


ભાવનગરથી સિંહ અમદાવાદ પંથક પહોંચી ગયો, ગુંદાળામાં એક વ્યક્તિ પર કરી દીધો હુમલો


Happy birthday Ahmedabad : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 611માં સ્થાપના દિવસની પાઠવી શુભકામના