પણજી:  ગોવાના બિટ્સ પિલાની કેમ્પસમાં (BITS Pilani campus)  કોરોના વાયરસના એક સાથે 24 કેસ નોંધાયા  હતા. બાદમાં ગોવા પ્રશાસને કેમ્પસમાં તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો કોરોના ટેસ્ટ કરાવવાનો નિર્ણય લીધો છે. ઓફલાઈન વર્ગો રદ કરી દેવામાં આવ્યા છે. કોરોના સંક્રમિત લોકોને ક્વોરેન્ટાઇન કર્યા બાદ જે લોકો તેમના સંપર્કમાં આવ્યા હતા તેમને સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે. ગોવામાં કોરોનાનો વિસ્ફોટ એવા સમયે થયો છે જ્યારે દેશમાં કોવિડના દર્દીઓની સંખ્યા દિવસે ને દિવસે ઘટી રહી છે. કોરોનાના ઓછા કેસને ધ્યાનમાં રાખીને એક એપ્રિલથી કોરોનાના નિયંત્રણો પણ હટાવી દેવામાં આવ્યા છે.


ગોવામાં BITS પિલાનીનું કેમ્પસ વાસ્કો ટાઉનના ઝુઆરીનગર ખાતે આવેલું છે. આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત હોવાની જાણ થતા વાસ્કોના ડેપ્યુટી કલેક્ટર દત્તારાજ દેસાઈએ કોરોનાનો ટેસ્ટ કર્યા વિના કેમ્પસમાં કોઈપણ વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. દરેક વ્યક્તિ માટે માસ્ક પહેરવું અને બે મીટરનું અંતર જાળવવું ફરજિયાત કરવામાં આવ્યું છે. આ સિવાય આગામી 15 દિવસ માટે તમામ વર્ગો ઓનલાઈન કરી દેવામાં આવ્યા છે.


ડેપ્યુટી કલેકટરે કહ્યું કે જે લોકો કોરોના સંક્રમિત જણાયા છે તેમને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. આ લોકો માટે ખાવા-પીવાની અલગ વ્યવસ્થા કરવામાં આવશે. તેમણે કહ્યું કે જે પણ આ લોકોના સંપર્કમાં આવ્યા છે તે કોરોના પ્રોટોકોલનું પાલન કરે અને પોતાની સંભાળ રાખે. આ તમામ લોકોનો RT-PCR ટેસ્ટ કરવામાં આવશે.


દેશમાં કોરોનાના કેસની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 1335 નવા દર્દીઓ નોંધાયા છે અને 24 લોકોના મોત થયા છે. શુક્રવારે આરોગ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, દેશમાં સક્રિય કેસ ઘટીને 14,704 થઈ ગયા છે, જે કુલ સંક્રમિતોના માત્ર 0.03 ટકા છે. કોરોના સંક્રમણની શરૂઆતથી દેશમાં કુલ 4,30,25,775 દર્દીઓ મળી આવ્યા છે અને 5,21,129 લોકોના મોત થયા છે.


 


પૉપ્યૂલર ટીવી સીરીયલ 'અનુપમા'માં હવે નહીં જોવા મળે આ હીરો ? સામે આવ્યા મોટા સમાચાર


બૉલીવુડની આ હૉટ એક્ટ્રેસે ફેન્સ સાથે કરાવ્યુ ફોટોશૂટ, ઇન્સ્ટા પર ખુદ શેર કરી તસવીરો..........


1લી એપ્રિલથી આ કારો થઇ જશે મોંઘી, જાણો કઇ કાર કેટલી થશે મોંઘી........


NEET 2022 પરીક્ષાને લઈને મોટા સમાચાર, આ તારીખે શરૂ થઈ શકે છે પરીક્ષા