ભૂવનેશ્વરઃ ઓડિશાના ભૂવનેશ્વરમાં એક ફૂડ ડિલીવરી બોય એક યુવતીને જાહેરમાં માર મારતો હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. રિપોર્ટ અનુસાર, ફૂડ ડિલીવરી બોય પ્રેમી યુવક અને યુવતીના ઝઘડામાં વચ્ચે સમાધાન કરવા ગયો હતો પરંતુ યુવતીએ તેની સાથે ગાળાગાળી કરતા ડિલીવરી બોયે વિરોધ કર્યો હતો પરંતુ યુવતીએ તેની વાત માની નહી અને અપશબ્દો બોલવાનું ચાલુ રાખતા ડિલીવરી બોય ગુસ્સે થયો હતો અને યુવતીને માર મારવા લાગ્યો હતો.






એક રિપોર્ટ અનુસાર, ઇન્દિરા ગાંધી પાર્ક બહાર આવ્યા બાદ યુવતી તેના બોયફ્રેન્ડ સાથે બોલાચાલી કરી હતી. વીડિયોમાં જોઇ શકાય છે કે યુવતી તેના પ્રેમી સાથે ઝઘડો કરી રહી છે. એટલુ જ નહી યુવતી તેના પ્રેમી પર પથ્થર પણ ફેંકે છે. દરમિયાન અનેક લોકો એકઠા થઇ જાય છે અને ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડના ઝઘડાનો વીડિયો ઉતારવા લાગે છે. જેથી યુવતી ભડકી હતી અને એક વ્યક્તિનો મોબાઇલ છીનવવાનો પ્રયાસ કર્યો હતો.






બાદમાં એક ફૂડ ડિલીવરી બોય પ્રેમી યુવક અને પ્રેમિકા યુવતીના ઝઘડાને શાંત કરવાનો પ્રયાસ કરે છે. જોકે યુવતી તેની સાથે પણ અપશબ્દો બોલવા લાગે છે. ફૂડ ડિલીવરી બોય યુવતીને અપશબ્દો ના બોલવાનું કહે છે પરંતુ યુવતી તેની વાત સાંભળતી નથી અને અપશબ્દો બોલવાનું ચાલુ રાખે છે.


અંતમાં ફૂડ ડિલીવરી બોય ગુસ્સે થઇ જાય છે અને યુવતીને માર મારવાનું શરૂ કરી દે છે. વીડિયોમાં ફૂડ ડિલીવરી બોય યુવતીને લાફા મારતો જોઇ શકાય છે. જોકે લોકોએ બંન્નેને અલગ પાડી ઝઘડો શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો.


જોકે હજુ સુધી યુવતી કે ફૂડ ડિલીવરી બોયે પોલીસ ફરિયાદ નોંધાવી નથી. પોલીસે આ મામલે કહ્યું કે આ બંન્ને પક્ષ દ્ધારા મારપીટની ઘટના હતી. મે સંબંધિત પીએસ અધિકારીને આ બંન્ને વિરુદ્ધ કેસ દાખલ કરવાના નિર્દેશ આપ્યા છે.


 


પૉપ્યૂલર ટીવી સીરીયલ 'અનુપમા'માં હવે નહીં જોવા મળે આ હીરો ? સામે આવ્યા મોટા સમાચાર


બૉલીવુડની આ હૉટ એક્ટ્રેસે ફેન્સ સાથે કરાવ્યુ ફોટોશૂટ, ઇન્સ્ટા પર ખુદ શેર કરી તસવીરો..........


1લી એપ્રિલથી આ કારો થઇ જશે મોંઘી, જાણો કઇ કાર કેટલી થશે મોંઘી........


NEET 2022 પરીક્ષાને લઈને મોટા સમાચાર, આ તારીખે શરૂ થઈ શકે છે પરીક્ષા