ઉદયપુરઃ હાલમાં દરેક જગ્યાએ લગ્નની સિઝન ચાલી રહી છે, આવી જ એક લગ્ની કરુણ ઘટનાએ બધાને સ્તબ્ધ કરી દીધા છે. રાજસ્થાનમાં એક વરરાજાની વરઘોડાને બદલે નનામી નીકળી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના સામે આવતાની સાથે જ લગ્ન પહેલા પરિવારમાં માતમ છવાઈ રહ્યો છે. દુર્ઘટનાની અંદર ઉદયપુર થી અમદાવાદ નેશનલ હાઈવે ૪૮ પર આવેલા બોરી કુવા અને ગોજીયા ગામ પાસેની છે.
ઘટના એવી છે કે, રાજસ્થાનના બોરિકુઆ અને ગોજ્યા ગામના રહેવાસી 25 વર્ષના વિનોદના 25 મેએ લગ્ન થવાના હતા. પરંતુ મંગળવારે તે મોતને ભેટી ગયો હતો. મંગળવારે આ ઘટનામાં ભોગ બનેલા યુવકના ઘરે માંગલિક કાર્યક્રમ હોવાને કારણે વરરાજા તેના મિત્રોની સાથે ડીજેના તાલે જોરદાર ડાન્સ કરી રહ્યો હતો. એ સમયે તેના ઘરની સામે આવેલા હાઇવે ઉપર એક ટેન્કર અચાનક પલટી મારી ગયું હતું. 25 વર્ષના વરરાજા વિનોદ મેઘવાલ ટેન્કરની અંદર ફસાયેલા ડ્રાઇવર અને તેની સાથે રહેલા લોકોને મદદ કરવા માટે તરત પહોંચી ગયો હતો. વરરાજા દરેકના બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તે જ સમયે પાછળથી ફુલ સ્પીડમાં આવતા ટ્રકે તેને અડફેટે લઇ લીધો હતો, અને ઘટના સ્થળે જ વરરાજનુ મોત થઇ ગયુ હતુ. વિનોદે મિત્રો અને સગા-સંબંધીઓની સામે જ અંતિમ શ્વાસ લીધા હતા. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.
વિનોદના ઋષભદેવના થાપડાવાડી ગામમાં રહેતી મનીષાની નામની છોકરી સાથે લગ્ન થવાના હતા. આ બન્નેના લગ્નની તમામ તૈયારીઓ પણ પુરી થઇ ગઇ હતી, બન્નેની લગ્નની કંકોત્રી પણ હાલમાં ખુબ વાયરલ થઇ રહી છે. આ ઘટના બનતા બન્ને પરિવાર ની અંદર માતમ છવાઇ ગયો હતો
બાદમાં પોલીસને આ ઘટનાની જાણ થતાં જ પોલીસ અધિકારીઓ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યા હતા, અને યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો......
વિધાનસભા ચૂંટણી અગાઉ કોગ્રેસને ઝટકો, સીઆર પાટીલની હાજરીમાં આ નેતા જોડાશે ભાજપમાં
પાકિસ્તાનની મોડલે ફોલોઅર્સ વધારવા જંગલમાં લગાવી આગ, ભડક્યા લોકો
આ રાજ્યમાં સતત ત્રણ દિવસ સુધી વરસાદની હવામાન વિભાગની આગાહી
LPG Price Hike: મોંઘવારીનો આંચકો, આજે ઘરેલૂ LPG સિલિન્ડરના ભાવમાં ફરી વધારો, જાણો કેટલો થયો ભાવ
SBI Alert: SBI ગ્રાહકો ધ્યાન આપો! ભૂલથી પણ આ લિંક પર ક્લિક ન કરો, બેંક ખાતું ખાલી થઈ જશે
Horoscope 19 May 2022: મેષ, કર્ક, ધન રાશિને થઇ શકે છે હાનિ, જાણો 12 રાશિઓનું રાશિફળ