Guinness World Record: એક વર્ષ પહેલા NFLના પૂર્વ ખેલાડી અને તેના કૉલેજ ફૂટબૉલ ટીમના કૉચે અમેરિકન ફૂટબૉલના ઇતિહાસનો સૌથી ઉંચો કેચ પકડીને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ (Guinness World Record)માં પોતાનુ નામ નોંધાવી દીધુ હતુ આ કેચ 620 ફૂટ ઉંચો (620 Feet High Catch) હતો. આ રેકોર્ડને બનાવા માટે રગ્બી બૉલને હેલીકૉપ્ટરમાથી ફેંકવામાં આવ્યો હતો, હવે એક વર્ષ બાદ આ ગિનીઝ રેકોર્ડનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. 


ખરેખરમાં, ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ્સના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આને તાજેતરમાં શેર કરવામાં આવ્યો. આ પ્લેયર બાદ આ સોશ્યલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો છે. આ વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે એક પ્લેયર હેલિકૉપ્ટરમાંથી રગ્બી બૉલને કંઇક એવી રીતે ફેંકે છે કે આ સીધો મેદાનમાં ઉભા રહેલા પોતાના સાથી ખેલાડીની બાજુએ જ પડતો દેખાઇ રહ્યો છે. મેદાનમાં ઉભો રહેલો આ ખેલાડી આ બૉલને નજર રાખીને જોઇ રહ્યો છે, અને પછી બૉલની લાઇનમાં આવીને તેને પકડી લે છે. આ પછી આ ઉપલબ્ધિના સાક્ષી બનનારા દર્શક મેદાનમાં ઉભા રહેલા ખેલાડીઓ તરફ દોડતા દેખાઇ રહ્યાં છે. 






આ ઉપલબ્ધિ યૂનિવર્સિટી ઓફ એરિઝૉના ફૂટબૉલના રૉબ ગ્રૉકોવસ્કી અને જે ફિશ્ચે હાંસલ કરી, 23 એપ્રિલ 2021 ને ટસ્કનમાં યૂનિવર્સિટી ઓફ એરિઝૉના વાઇલ્ટકેટ તરફથી વધુ એક છેલ્લો કેચ કરવા માંગતો હતો, અને તે ઇચ્છતો હતો કે આ કંઇક અલગ હોય, આ પછી આ કેચની યોજના બનાવવામાં આવી. આ એટેમ્પ્ટમા ફૂટબૉલ ટીમા હેડ કૉચ જેદ કિશ્ચે તેનો સાથ આપ્યો અને બૉલને સટીકતાની સાથે 620 ફૂટની ઉંચાઇથી ફેંક્યો. 


આ પણ વાંચો........ 


Corona In India: છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 18 હજારથી વધુ નવા કેસ નોંધાયા, આટલા લોકોએ ગુમાવ્યો જીવ


વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ફરી એકવાર પડશે મોટું ગાબડું, આજે કોણ કોણ જોડાશે ભાજપમાં?


ગુજરાતના આ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 24 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો


Jeevan Umang Policy: આ યોજનામાં દરરોજ કરો 45 રૂપિયાનું રોકાણ, એક સાથે મળશે 36 લાખ રૂપિયા


Astrology Lazy Zodiac: આ ત્રણ રાશિના લોકો હોય છે ખૂબ આળસુ, જે સફળતામાં બને છે અવરોધ


Karnataka High Court: રખડતા કૂતરાના હુમલામાં બાળકનું મોત, કર્ણાટક હાઇકોર્ટે 10 લાખ વળતર આપવાનો આપ્યો આદેશ