નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. આ દરમિયાન આજે સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું દેશના ઘણા રાજ્યોમાં પોઝિટિવિટી રેટ રાષ્ટ્રીય સરેરાશથી ઓછો છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારી રાજેશ ભૂષણે કહ્યું, WHOની ગાઇડલાઇન પ્રમાણે 10 લાખની વસતી પર 140 ટેસ્ટ પ્રતિદિવસ થઈ રહ્યા છે. ભારતમાં હજુ 80 ટેસ્ટ પ્રતિદિવસ 10 લાખની વસતિ પર થઈ રહ્યા છે. ભારતના 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પોઝિટિવિટી રેટ રાષ્ટ્રીય પોઝિટિવિટી રેટની તુલનામાં ઓછો છે. દેશમાં પોઝિટિવિટી રેટ 8.07 ટકા છે.


તેમણે કહ્યું, ભારતમાં કેસ ફિટિલટી રેટ 2.43 ટકા છે. જેમાં ઘણો મહત્વપૂર્ણ રોલ ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફનો છે. એઇમ્સની પણ મહત્વની ભૂમિકા છે. રાજ્યોનો સહયોગ પણ સ્વાસ્થ્ય મંત્રાલયને મળી રહ્યો છે. સમય સમય પર સ્વાસ્થ્ય મંત્રાલયની ટીમો રાજ્યોનો પ્રવાસ પણ કરી રહી છે.


પત્રકાર પરિષદમાં નીતિ આયોગના ડૉ.પૉલે કહ્યું, આપણે પીકની રાહ ન જોવી જોઈએ. મામલા ન વધે તે માટે આપણા સ્તરે સાવધાની રાખવી જોઈએ. ઓક્સફોર્ડની વેક્સીનના પરિણામ પ્રોત્સાહિત કરનારા છે. દેશમાં 2 વેક્સીન ફેઝ-1, ફેઝ-2 ટ્રાયલમાં આવી ચુકી છે. વેક્સીનને કેવી રીતે લોકોને ઉપલબ્ધ કરાવવી તેને લઈને ચર્ચા ચાલુ છે.


સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 11,55,191 પર પહોંચી છે અને 28,084 લોકોના મોત થયા છે. 7,24,578 લોકો સાજા થઈ ગયા છે અને 4,02,529 એક્ટિવ કેસ છે.

Jio, Airel અને Vodafoneના આ રિચાર્જ પ્લાન્સમાં રોજનો મળે છે 2GB ડેટા ઉપરાંત અનેક ફાયદા

વિપક્ષની આલોચના બાદ ટ્રમ્પે પહેર્યુ માસ્ક, ખુદને ગણાવ્યા સૌથી મોટા દેશભક્ત

નતાશાના હાથમાં હાથ નાંખી પાર્કમાં ફરતો જોવા મળ્યો હાર્દિક પંડ્યા, તસવીર શેર કરી કહ્યું- 'ખુશીઓ તરફ જતાં'