નવી દિલ્હીઃ  દિલ્હીના રામલીલા મેદાનમાં આયોજિત ભારત બચાઓ રેલીને સંબોધન કરતા રાહુલ ગાંધીએ કહ્યું, આટલા નાના મેદાનમાં આટલા બધા લોકો કઈ રીતે ઉભા કરી દિધા. તેમણે કહ્યું અમારા કૉંગ્રેસ કાર્યકર્તા કોઈનાથી ડરતા નથી. એક ઈંચ પાછળ નથી હટતા. રાહુલ ગાંધી બોલ્યા એ લોકોએ મને કહ્યું માફી માંગો.  મારુ નામ રાહુલ સાવરકર નથી, મારુ નામ રાહુલ ગાંધી છે. હું મરી જઈશ પણ માફી નહી માંગુ. માફી નરેંદ્ર મોદીને માંગવાની છે. નરેંદ્ર મોદીએ દેશની માફી માંગવી જોઈએ. અમિત શાહે દેશની માફી માંગવી જોઈએ.  રાહુલ ગાંધીના આ નિવેદનને લઈ ભારતીય જનતા પાર્ટીએ તેના પર પલટવાર કર્યો હતો.


રાહુલ 100 જન્મ લેશે તો પણ સાવરકર નહીં બની શકેઃ સંબિત પાત્રા

ભાજપ નેતા સંબિત પાત્રાએ કહ્યું, રાહુલ ગાંધી 100 જન્મ લેશે તો પણ સાવરકર નહીં બની શકે. સાવરકર વીર હતા, દેશભક્ત હતા અને બલિદાની હતી. રાહુલ ગાંધી કલમ 370, સર્જિકલ સ્ટ્રાઇક અને સીએબી પર પાકિસ્તાનની ભાષા બોલે છે. તેઓ વીર ન હોઈ શકે, સાવરકરની બરાબર પણ ન હોઈ શકે.


ઉધાર સરનેમ લેવાથી કોઈ ગાંધી નથી થઈ જતુઃ ગિરીરાજ સિંહ

રાહુલના નિવેદન પર કેન્દ્રીય મંત્રી ગિરીરાજ સિંહે ટ્વિટ કરીને કહ્યું, વીર સાવરકર તો સાચા દેશભક્ત હતા. ઉધાર સરનેમ લેવાથી કોઈ ગાંધી નથી થઈ જતું, કોઈ દેશભક્ત નથી બનતું. દેશભક્ત હોવા માટે શરીરની નસેનસમાં શુદ્ધ હિન્દુસ્તાની લોહી હોવું જોઈએ. વેશ બદલીને ઘણાએ હિન્દુસ્તાનને લૂંટ્યો છે અને હવે તે નહીં થાય.


AUS vs NZ: ડેવિડ વોર્નરે તોડ્યો ડૉન બ્રેડમેનનો મોટો રેકોર્ડ, જાણો વિગત

ધોનીને લઈ ચીફ સિલેકટર એમએસકે પ્રસાદે આપ્યું મોટું નિવેદન, કહ્યું- તેના કરિયર પર.........