નવી દિલ્હીઃ ભારતમાં કોરોના મહામારીએ ખૂબ મોટું નુકસાન પહોંચાડ્યું છે. સરકારી આંકડા મુજબ અત્યાર સુધીમાં કોરોનાથી 4 લાખ 44 હજાર લોકોના મોત થયા છે. પરંતુ સ્વાસ્થ્ય વિશેષજ્ઞો અને અર્થશાસ્ત્રીઓની એક ટીમે નવા અભ્યાસના આધારે દેશમાં કોરોનાથી મોતનો આંકડો 4 થી 11 ગણો વધારે હોવાનો દાવો કર્યો છે. જે ઈકોનોમી કોસ્ટ કુલ જીડીપીના 30 ટકા હોઈઈ શકે છે.


ન્યૂઝ વેબસાઇટ ડેક્કન હેરાલ્ડના રિપોર્ટ મુજબ. બાયોસ્ટેટિસ્ટિયન અને મહામારી વિજ્ઞાની ભ્રામર મુખર્જીના નેતૃત્વમાં ટીમે સંક્રમણથી થનારા મોતનો અંદાજ લગાવ્યો. આ આંકડા તેમણે સત્તાવાર આંકડા સાથે મેળવ્યા. તેમના મહામારી વિજ્ઞાન મોડલ અનુસાર  1 જુલાઈ સુધી 14 લાખ મોત થયા છે. રાજ્યોના આંકડાની મેળવણી કરતા ભારતમાં 17 લાખ 49 લાખ મોત થયા છે.


ભ્રામર મુખર્જીએ ન્યૂઝ વેબસાઇટને જણાવ્યું, ભારતમાં વાસ્તવિક કોવિડ મૃત્યુ દર અંગે થઈ રહેલી ચર્ચાના કારણે અમે એક રિસર્ચ કર્યું. જેમાં જાણવા મળ્યું કે વાસ્તવિક મૃત્યુ દર 4-11 ગણો વધારે હોઈ શકે છે. ભારતનો વાસ્તવિક સંક્રમણ મૃત્યુદર લગભગ 0.4-0.5 ટકા છે. પરંતુ જો માત્ર સરકારી ચોપડે નોંધાયેલા મોત પર ભરોસો કરવામાં આવે તો આ સંખ્યા લગભગ 0.1 ટકા છે.


સ્ટડી મુજબ, 30 જૂન 2021 સુધી ભારતમાં આશરે 90 કરોડ લોકો કોવિડથી સંક્રમિત થયા અને 17 લાખ થી 49 લાખ કોવિડ મોત હોઈ શકે છે. જ્યારે સરકારી આંકડા મુજબ અત્યાર સુધીમાં 3.33 કરોડ લોકો જ સંક્રમિત થયા છે અને 4 લાખ 44 હજારના મોત થયા છે.


ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ


દેશમાં કોરોનાના કેસ ફરીથા વધ્યા છે. ગુરુવારે સવારે સ્વાથ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ 30,570 નવા કેસ નોંધાયા છે અને 38,303 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે 431 લોકોના મોત થયા હતા. દેશમાં અત્યાર સુધીમાં 76,57,17,137 લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 64,51,423 લોકોને રસી અપાઈ હતી. જે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના બધા જ પુખ્ત વયના લોકોને રસીનો પ્રથમ ડોઝ આપી દેવાયો હોય તેમાં સિક્કિમ, હિમાચલ પ્રદેશ, ગોવા, દાદરા અને નગર હવેલી, લદાખ અને લક્ષદ્વીપનો સમાવેશ થાય છે.  



  • કુલ કેસઃ 3 કરોડ 33 લાખ 47 હજાર 325

  • કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 25 લાખ 60 હજાર 474

  • કુલ એક્ટિવ કેસઃ 3 લાખ 42 હજાર 923

  • કુલ મોતઃ 4 લાખ 43 હજાર 928


આ પણ વાંચોઃ Gujarat New Cabinet: 'દાદા'ના મંત્રીમંડળમાં કોને કોને મળ્યું સ્શાન ? જુઓ 5 તસવીર


આસામના 4 વર્ષના બાળકે PM મોદી, ગૃહમંત્રી અમિત શાહ પાસે માંગ્યો ન્યાય , વીડિયો થયો વાયરલ


તમારી ક્રશને ઈમ્પ્રેસ કરવી છે ? આ ચાર બાબતોથી રહો દૂર