Trending Video: ગરમીની સિઝન (Summer Season) પોતાના ચરમ પર છે, સૂરજ ખુબ તપી રહ્યો છે, અને દિવસે દિવસે ગરમીના નવા નવા રેકોર્ડ પણ તોડી રહ્યો છે. ભીષણ ગરમી અને લૂ (Heatwave) ના કારણે હાલમાં લોકોનુ જીવવુ મુશ્કેલ બની ગયુ છે. હવે સ્થિતિ એવી બની ગઇ છે કે લોકો પોતાની સ્કૂટીની સીટ પર ઢોંસા બનાવવા લાગ્યા છે. આવો જ એક વીડિયો અત્યારે સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે, અને ટૉપ ટ્રેન્ડિંગમાં છે. 


તાજેતરમાં જ એક શખ્સે પોતાની સ્કૂટીની સીટ પર ઢોંસા બનાવી દીધા છે. સ્કૂટીની સીટનો શખ્સ તવાની જેમ ઉપયોગ કરી રહ્યો છે, અને તેના પર તેને ઢોંસો બનાવીને બતાવ્યો છે. 


સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં તમે જોઇ શકો છો કે એક શખ્સ પોતાની સ્કૂટી પર ઢોંસા બનાવતો દેખાઇ રહ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે, આને વધુ સમય પણ નથી લાગતો, તે સેકન્ડોની અંદર ઢોંસો બનાવી લે છે.






ગરમીનો કેર દર્શાવતો આ વીડિયો હાલમાં ઇન્સ્ટાગ્રામ પર streetfoodofbhagyanagar દ્વારા પૉસ્ટ કરવામાં આવ્યો છે. વીડિયોના કેપ્શનમાં લખ્યુ છે-  ઘરે આ ટ્રાય ના કરો. આ વીડિયોને અત્યાર સુધી 1.2 મિલિયનથી વધુ લોકો લાઇક કરી ચૂક્યા છે, અને લાખો લોકો આને જોઇ ચૂક્યા છે.


આ પણ વાંચો....... 


Vastu Tips For Main Door: ઘરના મુખ્ય દ્વાર પર રાખો આ વસ્તુઓ, ઘરમાં આવશે સુખ સમૃદ્ધિ


Mangal Effect: 27 જૂન સુધીનો સમય આ રાશિના જાતક માટે છે સુવર્ણ, જાણો આપની રાશિ મુજબ કેવો રહેશે સમય


ગુજરાતના આ શહેરમાં ફરી કોરોનાનો રાફડો ફાટ્યો, રાજ્યના એક દિવસના કુલ કેસ પૈકી 60 ટકા કેસ આ એક જ શહેરમાં નોંધાયા


Mental Fatigue: માનસિક થાકથી ફટાફટ મળશે રાહત, આ દેશી ડ્રિન્ક કરી દેશી તરોતાજા, જાણો અનેકગણા છે ફાયદા


Weight Loss: થાઇરોડ્સની બીમારીના કારણે વધી રહ્યું છે વજન? તો આ રીતે કરો વેઇટ લોસ


Beauty Secret:પૈસા ખર્ચ્યા વગર ઘરે જ ચહેરા પર લાવો ગ્લો, આ ટિપ્સ કોલેજનને કરશે બૂસ્ટ, માત્ર 5 મિનિટ સુધી કરો આ કામ


ડેબ્યૂ પહેલા ઉમરામ મલિકનુ સ્લેજિંગ, લોકોએ કહ્યું સચિને પાકિસ્તાનની હાલત કરી હતી એવી જ હાલત થશે આફ્રિકાની, જાણો શું છે કિસ્સો