Ballistic Missile Agni-5 Successfully Launched: જમીનથી જમીન પર વાર કરનારી બેલેસ્ટિક મિસાઇલ અગ્નિ-5નું આજે ઓડિશાના એપીજે અબ્દુલ કલામ દ્ધિપ પરથી સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ભારત સરકારે આ જાણકારી આપી હતી. અગ્નિ-5 મિસાઇલ ઉચ્ચ ચોકસાઈ સાથે પાંચ હજાર કિલોમીટર સુધીના લક્ષ્યાંકોને ભેદવામાં સક્ષમ છે. 






એક અધિકારીએ કહ્યું કે ભારતે જમીન પરથી જમીન પર વાર કરવાની ક્ષમતા ધરાવતી બેલેસ્ટિક મિસાઇલ અગ્નિ-5નું સફળ પરિક્ષણ કરવામાં આવ્યું. આ મિસાઇલ 5000 કિલોમીટર સુધી પોતાના લક્ષ્યાંકને ભેદવામાં સક્ષમ છે. બુધવારે અગ્નિ-V નું સફળ પરીક્ષણ ભારતની વિશ્વસનીય લઘુત્તમ અવરોધ હાંસલ કરવાની નીતિને અનુરૂપ છે.






નોંધનીય છે કે આ મિસાઇલનું પ્રથમ પરિક્ષણ વર્ષ 2012માં કરવામાં આવ્યું હતું. ભારતે અગાઉથી જ અગ્નિ 1,2,3 મિસાઇલને ઓપરેશનલી તૈનાત કરી દીધી છે. માનવામાં આવે છે કે આ ત્રણેય મિસાઇલ પાકિસ્તાન તરફથી આવતા ખતરાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે જ્યારે અગ્નિ-5 મિસાઇલને ખાસ કરીને ચીન તરફથી આવતા ખતરાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરાઇ છે. અગ્નિ-5ની હદમાં ચીનના મોટાભાગના વિસ્તારો આવી જાય છે.


Gujarat Corona Cases: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 17 કેસ નોંધાયા, જાણો કેટલા છે એક્ટિવ કેસ?


આવતીકાલથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે, જાણો વિગત