Hindi Diwas Facts: દેશભરમાં આજે એટલે કે 14 સપ્ટેમ્બરે હિન્દી દિવસ (Hindi Diwas 2022) મનાવવામાં આવી રહ્યો છે. હિન્દી દુનિયાની સૌથી વધુ બોલાતી ભાષાઓમાંની એક છે. વિશ્વમાં 420 મિલિયનથી વધુ લોકો એવા છે જેમની પહેલી ભાષા હિન્દી છે, વળી 120 મિલિયન લોકો બીજી ભાષા તરીકે હિન્દી લખે-વાંચે અને બોલે-સમજે છે. આજે હિન્દી દિવસના ખાસ પ્રસંગે અમે તમને અહીં કેટલાક ખાસ ફેક્ટ્સ બતાવવા જઇ રહ્યાં છીએ, જે તમે પણ નહીં જાણતા હોય.
હિન્દી દિવસ અને હિન્દી સાથે જોડાયેલા 10 રોચક તથ્યો....
- આઝાદી બાદ ભારતની બંધારણીય સભાએ 14 સપ્ટેમબર 1949ને દેવનાગરી લિપી હિન્દીને ભારતની અધિકારિક ભાષાઓમાંની એક તરીકે સ્વીકાર કર્યો.
- 26 જાન્યુઆરી, 1950એ બંધારણના અનુચ્છેદ 343માં હિન્દીને અધિકારીક ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો.
- દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ હિન્દી દિવસ મનાવવાનો ફેંસલો કર્યો હતો, અને 14 સપ્ટેમ્બર, 1953 એ પહેલીવાર હિન્દી દિવસ મનાવવામાં આવ્યો.
- દુનિયાભરમાં હિન્દી ભાષાને પ્રોત્સાહન આપવા માટે 10 જાન્યુઆરી, 2006 એ પહેલીવાર વિશ્વ હિન્દી દિવસ મનાવવામાં આવ્યો.
- અધિકારિક રીતે ભાષાને અપનાવનારુ પહેલુ ભારતીય રાજ્ય બિહાર હતુ, વર્ષ 1881માં બિહારમાં હિન્દીને અધિકારિક રાજ્ય ભાષા બનાવી હતી.
- ખડી બોલીની શરૂઆત 1900માં થઇ હતી, ખડી ભાષામાં પહેલી કહાણી ઇન્દુમતીમાં કિશોરીલાલ ગોસ્વામીએ લખી હતી. કહાણીની ભાષા લગભગ એવી જ છે, જેવી આજે આપણે બોલીએ, લખીએ, વાંચીએ અને સમજીએ છીએ.
- હિન્દી ખુદ પણ ફારસી શબ્દ છે, ફારસીના 'હિન્દ' પરથી નીકળી છે હિન્દી. જેનો અર્થ થાય છે 'સિન્ધુ નદીની ભૂમિ'.
- આધુનિક આર્ય ભાષાઓમાંની એક ભાષા હિન્દી પણ છે.
- ભારતની બહાર બાંગ્લાદેશ, નેપાલ, ફિજી, મૉરેશિયસ, પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ, સંયુક્ત આરબ અમીરાત, યુગાન્ડા, અમેરિકા, યૂકે, સૂરીનામ, ગુયાના, ત્રિનિદાદ, ટોબેગો અને જર્મનીમાં હિન્દી ભાષા બોલાય છે.
- ગુરુ, કર્મ, મંત્ર, નિર્વાણ, યોગ, અવતાર, જંગલ, ખાકી, બંગલા, પંચ, પજામા, લૂટ, શેમ્પૂ, શરબત, આંધી અને ઠગ જેવા કેટલાય શબ્દો અંગ્રેજીએ હિન્દી પાસેથી ઉધાર લીધા છે. ઓક્સફૉર્ડ ડિક્શનેરીમાં 'અચ્છા' અને 'સૂર્યનમસ્કાર' જેવી હિન્દી શબ્દો સામેલ છે.
આ પણ વાંચો.........
Records: ભારત-ઓસ્ટ્રેલિયા, ટી20માં કઇ ટીમ કોના પર પડી છે ભારે, જાણો બન્ને ટીમોના અત્યાર સુધીના આંકડા