Jan Samarth Portal: કેન્દ્રની મોદી સરકાર ડિજીટલાઇઝેશન પર બહુજ જોર આપી રહી છે. સરકારે મોટાભાગની સરકારી યોજનાઓ અને બેન્કિંગ ફેસિલિટીને ઓનલાઇન કરી દીધી છે. તાજેતરમાં જ દેશમાં વડાપ્રધાન મોદીએ 'જન સમર્થ પૉટર્લ'ની શરૂઆત કરી છે. આ પૉર્ટલ દ્વારા સરકારે અલગ અલગ સરકારી યોજનાઓને એક જગ્યાએ લાવવાની કોશિશ કરી છે. આ સરકારી ક્રેડિટ યોજનાઓનુ એક સમાન પૉર્ટલ છે. 


આ પૉર્ટલ દ્વારા લૉન લેવાવાળા અને લૉન અપવાવાળાને એક સાથે જોડવામાં આવે છે. આ પૉર્ટલ દ્વારા 13 સરકારી યોજનાઓ અંતર્ગત મળનારી લૉન માટે તમે અરજી કરી શકો છો. આનાથી તમારે લૉન લેવામાં આસાની રહેશે. પૉર્ટલ દ્વારા તમે 13 સરકારી યોજનાઓ માટે લૉન એપ્લીકેશન કરી શકો છો. આની સાથે જ લૉન માટે અરજી આપતા પહેલા એલિજિબિલિટીને પણ ચેક કરી શકો છો. આ પછી તમે લૉન માટે એલિજીબલ હોવ તો તમે આના માટે અરજી કરી શકો છો. (PC: Freepik)


ઉલ્લેખનીય છે કે, અરજીની પ્રક્રિયાને આસાનીથી ઓનલાઇન જ પુરી કરી શકાય છે. આ પછી તમે તમારી અરજીની સ્ટેટસને પણ ચેક કરી શકો છો. જો લૉનમાં કોઇપણ પ્રકારની પરેશાની થઇ રહી છે, તો તમે આની આસાનીથી ફરિયાદ પણ નોંધાવી શકો છે. આ પૉર્ટલ દ્વારા ગ્રાહક અને દેશની કેટલીય બેન્ક અને બિનસરકારી નાણાંકીય સંસ્થાઓ પણ જોડાયેલી છે. આ પૉર્ટલ દ્વારા 13 સરકારી યોજનાઓ અને ચાર કેટેગરીમાં લૉનને વહેંચવામાં આવી છે. આ કેટેગરી છે એજ્યૂકેશન, કૃષિ, બિઝનેસ અને જીવનપાયન માટે લૉન સામેલ છે. ખાસ વાત છે કે, આ પૉર્ટલ દ્વારા લૉનની અરજી બહુજ આસાન છે, સૌથી પહેલા તમે 4 કેટેગરીમાંથી કોઇપણ એકને પસંદ કરો,આ પછી કેટેગરી અનુસાર, તમારે તે સરકારી યોજના વિશે જાણકારી મળશે. આ પછી તમારી યોગ્યતાને ચેક કરો અને બાદમાં અરજીની પ્રક્રિયાને પુરી કરી શકાય છે. 


આ પણ વાંચો......


Jio vs Airtel vs Vi: 84 દિવસ ચાલનારુ સૌથી સસ્તુ Recharge, એક મહિનાનો ખર્ચ માત્ર 141 રૂપિયા, જાણો


છેલ્લા 24 કલાકમાં રાજ્યના 216 તાલુકામાં વરસાદ વરસ્યો, આ શહેરમાં સાડા સાત ઇંચ વરસાદ ખાબક્યો


India Corona Cases Today: દેશમાં કોરોના કેસમાં થયો સામાન્ય ઘટાડો, જાણો છેલ્લા 24 કલાકની સ્થિતિ


World Athletics Championships: નીરજ ચોપરાએ ફરી રચ્યો ઇતિહાસ, સિલ્વર મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યો


ગુજરાતમાં હજુ પણ બે દિવસ ભારે વરસાદની આગાહી, કચ્છમાં રેડ એલર્ટ જાહેર


BSNLના 50 રૂપિયાથી સસ્તાં 3 ધાંસૂ Recharge, 24 રૂપિયા વાળો ચાલશે 1 મહિના, આપે છે Jio-Airtel-Viનો જોરદાર ટક્કર