રાંચીઃ ઝારખંડ વિધાનસબા ચૂંટણી પરિણામોની મતગણતરી ચાલી રહી છે. જેમાં  કોંગ્રેસ, જેએમએમ અને આરજેડીના મહાગઠબંધનને સ્પષ્ટ બહુમત મળી રહી છે, જયારે સત્તારૂઢ ભાજપને મોટો ફટકો લાગ્યો છે. હાલ ભાજપ 24 અને JMM, કોંગ્રેસ અને RJD ગઠબંધન 45 સીટ પર આગળ છે.

NCP પ્રમુખ શરદ પવારે કહ્યું, ઝારખંડના ચૂંટણી પરિણામોથી સ્પષ્ટ થયું કે, લોકો નોન બીજેપી પક્ષો સાથે છે. રાજસ્થાન, છત્તીસગઢ, મહારાષ્ટ્ર પછી ઝારખંડના લોકોએ પણ ભાજપને સત્તાથી દૂર રાખી છે. મોદીના ભાષણને ઝારખંડના લોકોએ નકાર્યુ છે. ઝારખંડના લોકોએ મોદીને યોગ્ય જવાબ આપ્યો છે.

તેમણે એમ પણ કહ્યું કે, મોદી સરકારની નિષ્ફળ નીતિઓ આ માટે જવાબદાર છે. પાંચ રાજ્યો બીજેપીએ સત્તા ગુમાવી છે. ભાજપે કહેતું હતું કે અમે ગમે તેમ કરીને સત્તા લાવીશું પરંતુ ઝારખંડની જનતાએ તેમને યોગ્ય જવાબ આપ્યો છે.


શ્રીલંકા સામે T20 સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત-શમીને આરામ, બુમરાહ-ધવનની વાપસી

અમરેલીઃ ધારીના ડાભાળી જીરામાં મજૂરને ફાડી ખાનારો સિંહ પૂરાયો પાંજરે, જાણો વિગતે

 આ 5 કારણોથી ઝારખંડમાં ભાજપે ગુમાવી સત્તા, જાણો વિગતે