નવી દિલ્હીઃ કોંગ્રેસે બુધવારે કર્ણાટકમાં પ્રદેશ અધ્યક્ષની જાહેરાત કરી હતી આ જવાબદારી પાર્ટીએ ડીકે શિવકુમારને સોંપી છે. સંકટમોચક ગણાતા શિવકુમાર પ્રદેશ અધ્યક્ષ તરીકે દિનેશ ગુંડ્ડુરાવનું સ્થાન લેશે. તેમની સાથે જ ઈશ્વર ખાંદ્રે, સતીશ જારકીહોલી અને સલીમ અહમદને કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ કમિટીના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.


આ પહેલા ડીકે શિવકુમાર 2009માં કર્ણાટક કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. એટલું જ નહીં સિદ્ધારમૈયા સરકારમાં ઊર્જા મંત્રી પણ રહ્યા છે. જ્યારે એચડી કુમારસ્વામીની સરકારમાં જળ સંસાધન મંત્રી રહી ચુક્યા છે. 2018માં JDS સાથે મળીને સરકાર બનાવવામાં તેમનો મહત્વનો ફાળો હતો. જે બાદ અનેક અવસરે તેમણે નારાજ ધારાસભ્યોને મનાવવાનું કામ કર્યું હતું.


ફંડ અને ફેવર માટે જાણીતા શિવકુમારને રેલીઓ હિટ બનાવવાની જવાબદારી સોંપવામાં આવે છે. હજારો કરોડની સંપત્તિના માલિક 57 વર્ષીય શિવકુમારને ચૂંટણી મેનેજમેન્ટના ચાણક્ય માનવામાં આવે છે. કર્ણાટકમાં ત્રણ લોકસભા અને બે વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં વિપક્ષનો ગઢ ગણાતી વેલ્લારી વિધાનસભા અને રામનગર વિધાનસભા સીટ પણ કોંગ્રેસને જીત અપાવી હતી.


ઈડીએ તેમની સામે કેસ દાખલ કર્યા બાદ શિવકુમારે કહ્યું હતું કે, 2016માં રાજ્યસભા ચૂંટણી દરમિયાન કર્ણાટકના ઈગલટન રિસોર્ટમાં ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોને રોકાવવા માટેની વ્યવસ્થા કરી હોવાના કારણે મારે ત્યાં દરોડા મારવામાં આવ્યા હતા.

IND vs SA: પ્રથમ વન ડેમાં આ 11 ખેલાડી સાથે મેદાનમાં ઉતરી શકે છે કોહલી, જાણો કોને મળશે સ્થાન

જ્યોતિરાદિત્ય સિંધિયા BJPમાં સામેલ થયા બાદ શિવરાજ સિંહ ચૌહાને કહ્યું- ‘સ્વાગત છે મહારાજ, સાથે છે શિવરાજ’

જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ છોડવાના કયા ત્રણ કારણો જણાવ્યા ? જાણો વિગતે

Madhya Pradesh Political Crisis: BJPમાં સામેલ થતાં જ જ્યોતિરાદિત્યને મળી રાજ્યસભા ટિકિટ