નવી દિલ્હીઃ મધ્યપ્રદેશની રાજનીતિના મહારાજ જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં સામેલ થઈ ગયા છે. બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં તેમણે ભાજપનું સભ્યપદ લીધું હતું. જેપી નડ્ડાએ ફૂલ આપીને તેનું ભાજપમાં સ્વાગત કર્યુ હતું. જે બાદ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને બીજેપી નેતા શિવરાજ સિંહ ચૌહાણે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થવા બદલ અભિનંદન આપ્યા હતા.


જ્યોતિરાદિત્ય સિંધિયાને તેમના સમર્થકો મહારાજ કહીને બોલાવે છે. શિવરાજ સિંહે પણ તેને આ નામ સાથે ટ્વિટ કરી અભિનંદન આપતું ટ્વિટ કરીને લખ્યું, સ્વાગત છે મહારાજ, સાથે છે શિવરાજ.


પત્રકારો સાથે વાત કરતાં શિવરાજે કહ્યું, આજનો દિવસ મારી અને ભાજપ માટે ખુશીનો દિવસ છે. આજે હું રાજમાતા સિંધિયાજીને યાદ કરું છું. જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપ પરિવારના સભ્ય બન્યા છે. યશોધરાજી અમારી સાથે છે. સમગ્ર પરિવાર ભાજપ સાથે છે.


મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી વખતે ભાજપના સ્લોગન ‘હમારા નેતા શિવરાજ, માફ કરો મહારાજ’ને લઈ તેમણે કહ્યું, તે સમયે જો કોંગ્રેસમાં કોઈ સૌથી વધારે જાણીતું હોય તો તે મહારાજ (જ્યોતિરાદિત્ય સિંધિયા) હતા. તેથી અમે તે સ્લોગન પસંદ કર્યુ હતું. પરંતુ આજે મહારાજ અને શિવરાજ એક છે, ભાજપમાં છે.

જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ છોડવાના કયા ત્રણ કારણો જણાવ્યા ? જાણો વિગતે

Madhya Pradesh Political Crisis: BJPમાં સામેલ થતાં જ જ્યોતિરાદિત્યને મળી રાજ્યસભા ટિકિટ