પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને TMC ના  વડા મમતા બેનર્જીએ આજે ​​દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ લગભગ અડધો કલાક સુધી ચર્ચા કરી હતી. આ બેઠક તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અને મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીના સત્તાવાર નિવાસસ્થાને થઈ હતી.


તૃણમૂલ કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું હતું કે, "તે એક સૌજન્ય મુલાકાત હતી. તેમણે જણાવ્યું હતું કે મીટિંગ દરમિયાન મમતા બેનર્જીએ કેજરીવાલને પંજાબ વિધાનસભા ચૂંટણીમાં તેમની પાર્ટી (AAP)ની શાનદાર જીત માટે અભિનંદન આપ્યા હતા. ગોવા વિધાનસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ એકબીજા સામે ઉમેદવારો ઉભા રાખ્યા હતા. આ દરમિયાન સીએમ કેજરીવાલે ગોવામાં ટીએમસીને લઈને ટીપ્પણી પણ કરી હતી.


મમતા બેનર્જી પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં જીત્યા ત્યારથી 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ વિપક્ષીની એકતાની વાત કરી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સાથેની મુલાકાતને મહત્વની માનવામાં આવે છે.  એવું માનવામાં આવે છે કે મમતા બેનર્જી અને કેજરીવાલ વચ્ચે રાષ્ટ્રપતિ અને 2024ની ચૂંટણીને લઈને ચર્ચા થઈ છે.


આ પહેલા બંને નેતાઓ ગયા વર્ષે જૂલાઈમાં મળ્યા હતા. મમતા બેનર્જીને અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ, મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમન અને હાઇકોર્ટના ન્યાયાધીશો દ્વારા દેશભરની અદાલતોમાં પડતર કેસોની પરિષદમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. આ પરિષદને લઇને તેઓ આજે દિલ્હી પહોંચ્યા હતા.


મહીસાગર જિલ્લાનું એવું એક તાલુકા મથક, જ્યાં એસટી બસ સ્ટેન્ડ જ નથી, બસ અને મુસાફરો રોડ પર જ ઉભા રહે છે


પ્રાથમિક શિક્ષકોની જિલ્લા ફેર અને અરસપરસ બદલીને લઈને મહત્વના સમાચાર, જાણો


કપડવંજ સેશન્સ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ગેંગરેપ અને હત્યાના કેસમાં ત્રણ આરોપીઓને ફાંસીની સજા ફટકારી


IPLમાં ધૂમ મચાવી રહેલા આ ખેલાડીને તાત્લાલિક ભારતીય ટીમમાં સામેલ કરવા ઈંગ્લેન્ડના દિગ્ગજ ખેલાડીએ કરી માગ