Prophet Muhammad Row Protest At Jama Masjid: સસ્પેન્ડેડ ભાજપ નેતા નુપુર શર્મા (Nupur Sharma) અને સસ્પેન્ડેડ નેતા નવીન જિંદાલ (Naveen Jindal)ના ભડકાઉ ટિપ્પણી વિરુદ્ધ દિલ્હીની જામા મસ્જિદ (Jama Masjid)માં મોટી સંખ્યામાં લોકોએ આજે વિરોધ પ્રદર્શન (Protest) કર્યુ, પેગમ્બર મોહમ્મદ (Prophet Muhammad) પર કરવામાં આવેલી ટિપ્પણી બાદથી દેશમાં સતત વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. વળી, આજે દિલ્હીની જામા મસ્જિદમાં પણ લોકોએ  જોરદાર વિરોધ પ્રદર્શન કર્યુ.


આ વિરોધને લઇને દિલ્હી સેન્ટ્રલના ડીસીપ શ્વેતા ચૌહાણએ બતાવ્યુ કે, જામા મસ્જિદ ઝૂમ્માની નમાજ માટે લગભગ 1500 લોકો એકઠા થયા હતા. નમાજ બાદ લગભગ 300 લોકો બહાર આવ્યા અને નુપુર શર્મા અને નવિન જિંદાલની ભડકાઉ ટિપ્પણીનો વિરોધ કરવા લાગ્યા હતા. 


અમે કાયદેસરની કાર્યવાહી કરીશું- પોલીસ
તેમને કહ્યું કે, આ લોકો નવિન જિંદાલ અને નુપુર શર્માના વિવાદિત નિવેદનને લઇને વિરોધ પ્રદર્શન કરી રહ્યાં હતા. અમે ત્યાંથી લોકોને હટાવી દીધા છે, સ્થિતિ હવે કાબુમાં છે. અણે 10-15 મિનીટમાં જ આના પર કાબુ મેળવી લીધો હતો. આ લોકોએ પ્રદર્શન રસ્તાં પર અને વિના અનુમતિએ કર્યુ હતુ. જેના પર અમે કાયદેસરની કાર્યવાહી કરીશું. 


જામા મસ્જિદના શાહી ઇમામે શું કહ્યું-
જામા મસ્જિદના શાહી ઇમામનુ કહેવુ છે કે મસ્જિદે વિરોધનુ કોઇ આહવાન ન હતુ કર્યુ, અમે નથી જાણતા કે વિરોધ કરનારા કોણ છે, મને લાગે છે કે, તેઓ એઆઇએમઆઇએણના છે કે ઓવૈસીના લોકો છે. મસ્જિદ કમિટી તરફથી વિરોધનુ કોઇ આહવાન ન હતુ કરવામાં આવ્યુ. વાસ્તવામાં કાલે જ્યારે લોકો વિરોધ કરવાની યોજના બનાવી રહ્યાં હતા તો અણે તેમેન સ્પષ્ટ રીતે કહ્યું હતુ કે જામા મસ્જિદ (સમિતિ)થી વિરોધનુ કોઇ આહવાન નથી. અમે તેમને કહી દીધુ હતુ કે તેઓ વિરોધ કરવા માંગતા હોય તો કરી શકે છે, પણ અમે તેમનુ કોઇ સમર્થન નહીં કરીએ.


---- - -


 


આ પણ વાંચો........... 


Pooja Hegde એ ઇન્ડિગો એરલાઇન્સ વિરુદ્ધ કરી ફરિયાદ, ટ્વિટ કરી કહ્યુ- 'અમને ધમકાવવામાં આવ્યા'


Americaના ઉત્તરી Marylandમાં ફાયરિંગ, એક પોલીસકર્મી સહિત ત્રણના મોત


Stock Market Today: વિશ્વભરના શેરબજારોમાં વેચવાલીથી ભારતીય સ્ટોક માર્કેટમાં મોટો કડાકો, સેન્સેક્સ 600 પોઈન્ટ ડાઉન


HDFCએ ગ્રાહકોને આપ્યો ઝટકો, હોમ લોનના વ્યાજદરોમાં કર્યો વધારો, જાણો કેટલી વધશે EMI


કર્મચારીઓને મળશે એક સપ્તાહમાં ત્રણ દિવસની રજા, આ 70 કંપનીઓએ કરી જાહેરાત


Covid-19: કોરોનાના નવા કેસોમાં 4.8%નો વધારો, છેલ્લા 24 કલાકમાં દેશમાં નવા 7,584 કેસ નોંધાયા