Maharashtra Political Crisis LIVE: NCPનો દાવો અમે સાથે છીએ, શું શરદ પવાર CM ઉદ્ધવ ઠાકરેની ખુરશી બચાવશે?

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકારને તેમના જ ધારાસભ્યોએ મોટો ઝટકો આપ્યો છે

gujarati.abplive.com Last Updated: 24 Jun 2022 04:50 PM
આજે સાંજે શરદ પવાર, અજિત પવાર અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે બેઠક

અજિત પવારે કહ્યું કે અમારી પાર્ટીનું સંપૂર્ણ સમર્થન સીએમ તરીકે તેમની (ઉદ્ધવ ઠાકરે) સાથે છે. આજે સાંજે શરદ પવાર, અજિત પવાર અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે બેઠક યોજાશે.  આજની બેઠકમાં એનસીપી પ્રમુખ શરદ પવાર પણ હાજર રહેશે. વાસ્તવમાં, મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ વારંવાર કહ્યું છે કે તેમને મુખ્યમંત્રી બનાવવા પાછળ શરદ પવારનો સૌથી મોટો હાથ છે. 

શિવસેનાના કાર્યકર્તાઓએ શિંદેનો વિરોધ કર્યો

મહારાષ્ટ્રના નાસિકમાં એકનાથ શિંદેનો વિરોધ

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે હવે શિવસેનાના બળવાખોર ધારાસભ્ય એકનાથ શિંદેનો વિરોધ શરૂ થઈ ગયો છે. નાસિકમાં રાજ્યના કાર્યકર્તાઓએ એકનાથ શિંદેના પોસ્ટરને ફાડી નાખ્યું. આ સાથે કાર્યકરોએ તેમની વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.

સંજય રાઉતે કહ્યું- ભાજપ શરદ પવારનું અપમાન કેમ કરી રહ્યો છે.

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે શિવસેનાના નેતા સંજય રાઉતે શુક્રવારે ભાજપ પર જોરદાર પ્રહારો કર્યા છે. ભાજપ શા માટે એનસીપી ચીફ શરદ પવારનું અપમાન કરી રહ્યું છે? તેમણે કહ્યું કે પવારનું અપમાન સહન કરવામાં આવશે નહીં. શિવસેનાના નેતાએ વધુમાં કહ્યું કે અમારા 12 ધારાસભ્યોએ બળવો કર્યો છે, તેમની સામે કાર્યવાહીની પ્રક્રિયા ચાલી રહી છે. આ સાથે રાઉતે કહ્યું કે સરકાર ક્યારે બનશે, બનશે કે નહીં, મને ખબર નથી. સંજય રાઉતે કહ્યું કે હવે કાયદાની લડાઈ થશે. કાગળ પર સંખ્યા બળ વધારે હોઈ શકે છે.



 


બળવાખોર ધારાસભ્યએ કહ્યું-  શિવસેનાને ખતમ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે

ગુવાહાટી હોટલમાં એકનાથ શિંદ સાથે હાજર રહેલા શિવસેનાના બળવાખોર ધારાસભ્ય સંજય શિરસાટે કહ્યું કે કોંગ્રેસ અને એનસીપી દ્વારા શિવસેનાને બરબાદ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું- અગાઉ ઘણી વખત ધારાસભ્યોએ ઉદ્ધવજીને કહ્યું હતું કે કોંગ્રેસ હોય કે એનસીપી, બંને શિવસેનાને ખતમ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઘણી વખત ધારાસભ્યોએ ઉદ્ધવજીને મળવા માટે સમય માંગ્યો હતો પરંતુ તેઓ ક્યારેય મળ્યા નથી.


 

ઉદ્ધવ ઠાકરેને મોટો આંચકો

મહારાષ્ટ્રમાં પહેલેથી જ કટોકટીનો સામનો કરી રહેલી ઉદ્ધવ ઠાકરે સરકારને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે.  કહેવામાં આવ્યું છે કે પાર્ટીના વધુ ચાર ધારાસભ્યો ગુવાહાટી પહોંચી ગયા છે. જેઓ શિંદે જૂથમાં જોડાયા છે. આ સિવાય શિવસેનાના વધુ 3 ધારાસભ્યો અને 5 અન્ય અપક્ષ ધારાસભ્યો ટૂંક સમયમાં શિંદે કેમ્પમાં જોડાઈ શકે છે.

બ્રેકગ્રાઉન્ડ

Breaking News LIVE 24 June Updates:  મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકારને તેમના જ ધારાસભ્યોએ મોટો ઝટકો આપ્યો છે. પાર્ટીના નેતા એકનાથ શિંદેના સમર્થનમા 40 થી વધુ ધારાસભ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે, ત્યારબાદ મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસની સરકાર ગમે ત્યારે પડી શકે છે. જોકે, અંત સુધી ધારાસભ્યોને સમજાવીને પરત લાવવાના પ્રયાસો ચાલુ છે. આ સમગ્ર મામલે છેલ્લા ચાર દિવસથી રાજકીય ગરમાવો ચાલી રહ્યો છે.


 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.