ગૌતમ ગંભીર દિલ્હીમાં યોજાયેલી પ્રદૂષણ અંગેની શહેરી વિકાસની સંસદીય સ્થાયી સમિતિની મીટિંગમાં નહોતો સામેલ થયો. જેને લઈ ગંભીરની સોશિયલ મીડિયા પર આલોચના થઈ હતી. જે બાદ ગંભીરે કહ્યું, મારું કામ ખુદ બોલશે. જો મને ગાળ આપવાથી દિલ્હીનું પ્રદૂષણ ઓછું થાય છે તો મને પેટભરીને ગાળો આપો.
અનેક સાંસદ અને અધિકારી આ બેઠકમાં પહોંચ્યા ન હોવાથી સંસદની સ્થાયી સમિતિની બેઠકને રદ કરવી પડી હતી. આ બેઠકમાં દિલ્હી-એનસીઆરમાં વાયુ પ્રદુષણના મુદ્દા પર ચર્ચા થવાની હતી. બેઠકમાં સ્થાયી સમિતિના અધ્યક્ષ અને સાંસદ જગદંબિકા પાલ, હસનૈન મસુદી, સી આર પાટિલ અને સંજય સિંહ સામેલ થયા હતા.
હેમા માલિની અને ગૌતમ ગંભીર પણ આ સમિતિના સભ્ય છે પરંતુ તેઓ ગેરહાજર રહ્યા હતા. ગૌતમ ગંભીર ઈન્દોરમાં રમાયેલી ભારત-બાંગ્લાદેશ વચ્ચેની ટેસ્ટ મેચમાં કોમેન્ટ્રી કરતો હતો.
ઓવૈસીએ પરત માંગી મસ્જિદ, બોલીવુડની એક્ટ્રેસે કહ્યું- અમારા 40,000 મંદિર પરત કરો
16 વર્ષના કિશોરે બેડ પર પિતરાઈ બહેનના હાથ-પગ બાંધી દીધા અને પછી કર્યું આ કામ, જાણો વિગત