સમાજવાદી પાર્ટીના વડા અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવને મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રૂટિન ચેકઅપ બાદ તેમને યુરિન ઈન્ફેક્શનના કારણે ગુરુગ્રામના મેદાંતામાં દાખલ કરવામાં આવ્યા છે.
આ પહેલા પણ મુલાયમ સિંહ યાદવને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મુલાયમની સારવાર મેદાંતામાં ચાલી રહી છે જેના કારણે તેમનું રૂટિન ચેકઅપ પણ અહીં થાય છે. જૂલાઈ 2021માં પણ તેમને બેચેની અને નર્વસનેસના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
રસીનો પ્રથમ ડોઝ જૂન, 2021માં આપવામાં આવ્યો હતો
82 વર્ષીય મુલાયમ સિંહ યાદવે 7 જૂન, 2021ના રોજ કોરોના રસીનો પ્રથમ ડોઝ અપાયો હતો. મુલાયમ સિંહને વારંવાર પેટમાં દુખાવાની ફરિયાદ રહે છે. તાજેતરના સમયમાં તેઓને ઘણી વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં પણ મુલાયમ સિંહને પેટમાં દુખાવાની ફરિયાદ બાદ મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ પહેલા પણ ઓગસ્ટ 2021માં મુલાયમ સિંહ યાદવને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. નવેમ્બર 2019માં મુલાયમ સિંહ યાદવને લખનઉની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જૂન 2019માં પણ તેમની તબિયત લથડી હતી અને તેમને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
Gujarat Corona Cases: કોરોનાને લઈ ગુજરાત માટે શું છે ચિંતાજનક સમાચાર ? જાણો વિગત
Kiara Advani:કિઆરાએ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથેના સબંધો પર તોડ્યુ મૌન, રિલેશનશિપને લઈ કહી આ વાત
SBI Balance Check: SBI બેન્કના ગ્રાહકો આ 4 પદ્ધતિથી બેન્ક બેલેન્સ ચેક કરી શકે છે