Mulayam Singh Yadav Death Live: મુલાયમ સિંહ યાદવનું 82 વર્ષની વયે નિધન, અમિત શાહે આપી શ્રદ્ધાજંલિ

UPના પૂર્વ CM અને સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમ સિંહ યાદવનું સોમવારે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં 82 વર્ષની વયે નિધન થયું છે. તેમની તબિયત બગડતાં 1 ઓક્ટોબરે ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 10 Oct 2022 03:41 PM
તેઓ હંમેશા લોકો માટે કામ કરતા હતા અને લોકોમાં ખૂબ જ લોકપ્રિય હતા: જેપી નડ્ડા

ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું, પીઢ રાજનેતા મુલાયમ સિંહ યાદવ હવે આપણી વચ્ચે નથી રહ્યા. તેઓ હંમેશા લોકો માટે કામ કરતા હતા અને લોકોમાં ખૂબ જ લોકપ્રિય હતા. હું તેમના પરિવાર અને સમર્થકો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું.





રાજનાથ સિંહ લયમ સિંહ યાદવના અંતિમ સંસ્કારમાં સામેલ થશે

રક્ષા મંત્રી રાજનાથ સિંહ આવતીકાલે ઉત્તર પ્રદેશના સૈફઈની મુલાકાત લેશે અને યુપીના પૂર્વ સીએમ મુલાયમ સિંહ યાદવના અંતિમ સંસ્કારમાં હાજરી આપશે.

મુલાયમ સિંહ યાદવ એક બિનસાંપ્રદાયિક નેતા હતાઃ મહેબૂબા મુફ્તિ

પીડીપી નેતા મહેબૂબા મુફ્તિએ કહ્યું, મુલાયમ સિંહ યાદવ એક બિનસાંપ્રદાયિક નેતા હતા જેમણે પછાત વર્ગો અને મુસ્લિમ લઘુમતીઓનું રક્ષણ અને સશક્તિકરણ કર્યું હતું. તેણે સાંપ્રદાયિક શક્તિઓ સમક્ષ આત્મસમર્પણ કરવાનો ઇનકાર કર્યો. આપણે તેમના જીવનમાંથી બોધપાઠ લેવો જોઈએ અને સાંપ્રદાયિક શક્તિઓ સામે મક્કમતાથી ઊભા રહેવું જોઈએ.

દરેક પક્ષના લોકો તેમની સાથે જોડાયેલા હતાઃ : રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રા

રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રાએ કહ્યું, મુલાયમસિંહજીના નિધનના સમાચારથી દુ:ખી. તેઓ સંઘર્ષ કરીને અને વૈચારિક બાજુને મજબૂત રાખીને આગળ વધ્યા હતા. તેઓ રાજકીય રીતે પરિપક્વ હતા. દરેક પક્ષના લોકો તેમની સાથે જોડાયેલા હતા. અમારા બંને વચ્ચે સારા સંબંધો હતા. ભગવાન તેમના પરિવાર, સમર્થકોને શક્તિ આપે.

અમિત શાહે મેદાંતા હોસ્પિટલ પહોંચી મુલાયમ સિંહને આપી શ્રદ્ધાંજલિ

દેશને મોટી ખોટ પડીઃ રાષ્ટ્રપતિ

ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ નેતાજીના નિધન પર દુખ વ્યક્ત કર્યુ છે. તેમણે લખ્યું, મુલાયમ સિંહ યાદવના નિધનથી દેશને મોટી ખોટ પડી છે.





રાજનાથ સિંહ વ્યક્ત કર્યો શોક

એપીજે કલામ સાથે મુલાયમ સિંહ યાદવ

અમિત શાહ જશે મેદાંતો હોસ્પિટલ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ટૂંક સમયમાં મુલાયમ સિંહ યાદવને શ્રદ્ધાજંલિ આપવા મેદાંતા હોસ્પિટલ  પહોંચશે તેવું ન્યૂઝ એજન્સી એએનઆઈએ ટ્વિટ કર્યુ છે.

સવારે 8.16 કલાકે લીધા અંતિમ શ્વાસ

PM મોદીએ મુલાયમ સિંહ યાદવ સાથેની યાદો કરી તાજી

પીએમ મોદીએ વ્યક્ત કર્યો શોક

રાજકીય સફર

મુલાયમ સિંહ યાદવની રાજકીય કારકિર્દી ઘણી શાનદાર રહી છે. 1977માં તેઓ જનતા પાર્ટીમાંથી પ્રથમ વખત યુપીના મંત્રી બન્યા હતા, જ્યારે 1989માં તેઓ પ્રથમ વખત યુપીના સીએમ બન્યા હતા. આ પછી, 1993 અને પછી 2003, તેઓ બીજી અને ત્રીજી વખત સીએમ પદ પર કબજો કર્યો. મુલાયમ સિંહે 1992માં સમાજવાદી પાર્ટીની સ્થાપના કરી અને 1993માં BSP સાથે મળીને સરકાર બનાવી. તેમના પુત્ર અખિલેશ યાદવ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ તરીકે ચૂંટાયા બાદ તેઓ તેના સંરક્ષકની જવાબદારી નિભાવી રહ્યા હતા. મુલાયમ સિંહ યાદવ હાલમાં લોકસભામાં મૈનપુરી સીટનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા.

1939માં સૈફઈમાં જન્મ

55 વર્ષથી વધુ સમયથી રાજકારણમાં સક્રિય રહેલા મુલાયમ સિંહ યાદવનો જન્મ 22 નવેમ્બર 1939ના રોજ ઈટાવા જિલ્લાના સૈફઈમાં થયો હતો. તેમણે પોલિટિકલ સાયન્સમાં એમએ કર્યું. તેઓ 1967માં યુપીના જસવંત નગરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ પ્રથમ વખત વિધાનસભા પહોંચ્યા હતા અને ત્યાર બાદ તેમણે પોતાના રાજકીય કરિયરમાં ક્યારેય પાછું વળીને જોયું નથી. તેઓ આઠ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને સાત વખત ચૂંટાયા બાદ લોકસભાના સાંસદ બન્યા હતા. 1996માં તેમને સંયુક્ત મોરચાની ગઠબંધન સરકારમાં સંરક્ષણ પ્રધાન બનવાની તક પણ મળી.

બ્રેકગ્રાઉન્ડ

Mulayam Singh Yadav Death: ઉત્તર પ્રદેશના પૂર્વ સીએમ અને સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમ સિંહ યાદવનું સોમવારે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં 82 વર્ષની વયે નિધન થયું છે. તેમની તબિયત બગડતાં 1 ઓક્ટોબરે તેમને ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. મુલાયમ સિંહના નિધન બાદ સમાજવાદી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તેમની બગડતી તબિયતની જાણ થતાં પુત્ર અખિલેશ યાદવ, ભાઈ શિવપાલ યાદવ અને પુત્રવધૂ અપર્ણા યાદવ દિલ્હી જવા રવાના થયા હતા. તમને જણાવી દઈએ કે ત્રણ મહિના પહેલા તેમની પત્ની સાધના ગુપ્તાનું પણ નિધન થયું હતું.


અખિલેશે કર્યુ ટ્વિટ


મુલાયમ સિંહ યાદવના નિધન અંગે માહિતી આપતાં સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે મારા આદરણીય પિતા અને દરેકના નેતા નથી રહ્યા.





- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.