Mumbai Corona Update: હાલ ભારતમાં કોરોના વાયરસના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી શાંત થયેલો કોરોના ફરીથી માથું ઉંચકી રહ્યો છે. હાલ મહારાષ્ટ્રમાં પણ કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે. મુંબઈ શહેરમાં કોરોના વાયરસના વધતા કેસો વચ્ચે એક જ દિવસમાં 100 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. આ આંકડો છેલ્લા 4 મહિનામાં સૌથી વધુ છે. આ સાથે મુંબઈમાં કોરોનાથી બે દર્દીઓનાં મોત પણ થયાં હતાં. મૃત્યુ પામનાર આ બંને દર્દીઓ 40 વર્ષથી નાની ઉંમરના હતા અને તેઓ કોમોર્બિડ દર્દી હતા.


મુંબઈમાં વધતા કોરોના વાયરસના કેસોની સાથે પોઝિટીવીટ રેટ પણ વધ્યો છે અને હાલ મુંબઈ શહેરમાં 11 ટકા પોઝિટીવીટી રેટ નોંધાયો છે. ગઈકાલે રવિવારે મહારાષ્ટ્રમાં 2946 નવા કોરોના કેસ નોંધાયા હતા. જે શનિવારે નોંધાયેલા 2922 કેસ કરતાં વધું હતા. આ સાથે ગઈકાલે મુંબઈમાં 1,803 નવા કેસ સામે આવ્યા હતા જે મહારાષ્ટ્રના સૌથી વધુ કેસ છે. છેલ્લા અઠવાડીયાથી મહારાષ્ટ્રમાં આ જ ઝડપથી કોરોના કેસ નોંધાઈ રહ્યા છે.


મુંબઈમાં રવિવારે 1,803 કેસ નોંધાયા હતા, જે શનિવારના 1,745 ની સરખામણીમાં થોડા વધારે હતા. એકંદરે, મહારાષ્ટ્રમાં જૂન મહિનામાં લગભગ 23,500 (23,491) કેસ નોંધાયા છે, જેમાંથી લગભગ 15,000 મુંબઈના છે. કેસોમાં ઝડપથી વધારો થવાથી મુંબઈનો કોરોના ડબલિંગ રેટ વધીને 513 દિવસ થઈ ગયો છે. ત્યારે આજે મળતા અહેવાલ મુજબ એક જ દિવસમાં 100 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. આ આંકડો છેલ્લા 4 મહિનામાં સૌથી વધુ છે. આ સાથે બે દર્દીઓના મોત થવાથી તંત્રની ચિંતા પણ વધી છે.


આ પણ વાંચોઃ


27 વર્ષ જૂનું ઈન્ટરનેટ બ્રાઉઝર થઈ રહ્યું છે બંધ, સરકારી ઓફિસોમાં થાય છે ઉપયોગ


પોરબંદર: દરિયા કિનારે ફોટા પડાવવા પડ્યા ભારે, 9 વર્ષના બાળક સાથે બે મહિલાઓ તણાઈ


જગદીશ ઠાકોરની ગર્ભિત ચીમકી! એક પણ કાર્યકરને તું કરશો તો છઠ્ઠીનું ધાવણ યાદ કરાવશું