ડિફેંસિવના બદલે આક્રમક બેટિંગ કરો
બીજી ટેસ્ટ મેચ પહેલા ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ બેટ્સમેનોને રક્ષાત્મક બેટિંગના બદલે આક્રમક બેટિંગ કરવાની સલાહ આપી છે. કોહલીએ કહ્યું, એક હાર બાદ ગભરાઈની આગામી મેચમાં વધારે ડિફેંસિવ બેટિંગ ન કરો. કારણકે વિદેશ પ્રવાસ પર ડિફેંસિવ રમવાનો ક્યારેય ફાયદો નથી થતો. મને લાગે છે કે બેટિંગ યૂનિટ તરીકે અમે જે ભાષાનો ઉપયોગ કરીએ છીએ તેને ઠીક કરવી પડશે. વધારે પડતી સાવધાનીથી રમવાથી તમે તમારા નૈસર્ગિક શોટ રમી શકતા નથી.
હરિફ ટીમ પર આક્રમણ કરવા જાણીતો છે કોહલી
કોહલીએ કહ્યું, તમે દોડીને એક રન ન લો અને કોઈ સારો બોલ તમારી વિકેટ લઈ જાય તેવું બને છે. જો તમે આ પરિસ્થિતિમાં એક રન પણ નહીં બનાવી શકો તો શું કરશો. તમે માત્ર રાહ જોઈ રહ્યા હો છો કે સારો બોલ આવે પરંતુ તેના બદલે તમારી વિકેટ જતી પહી છે. ભારતીય કેપ્ટન વિરોધી ટીમ પર સવાર થઈ જવા જાણીતો છે અને ટીમના અન્ય બેટ્સમેનો પણ તેને અનુસરે તેમ માને છે.
ટીમ ઈન્ડિયાના કેપ્ટન કોહલીએ કહ્યું, હું પહેલા પરિસ્થિતિને સમજુ છું. જો વિકેટ પર ઘાસ હોય તો હું ટીમને આગળ લઈ જઈ શકું તે માટે આક્રમક વલણ દર્શાવું છું. જો સફળતા ન મળે તો પણ તમારે સ્વીકારવું પડશે કે તમારી વિચારશ્રેણી યોગ્ય હતી. જ્યારે તમે વિદેશી પિચ પર રમતા હોવ છો ત્યારે ડિફેન્સિવ રમતનો કઈ ફાયદો થતો નથી.
IND vs NZ: ICC ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ભારતની થઈ પ્રથમ હાર, આ રહ્યા કારણો
શિખર ધવને ‘ગબ્બર’ સ્ટાઇલમાં કરી વાપસીની જાહેરાત, પૂછ્યું- કિતને બોલર થે ?