નવી દિલ્હીઃ ભારતના બે દિવસના પ્રવાસે આવેલા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બે દિવસનો ભારત પ્રવાસ પૂર્ણ કરી અમેરિકા જવા રવાના થઈ ગયા છે. ટ્રમ્પે ભારત પ્રવાસની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગૃહરાજ્ય ગુજરાતના અમદાવાદથી કરી હતી. જ્યાં ટૂંકા રોકાણ દરમિયાન તેમણે ગાંધીઆશ્રમની મુલાકાત લીધી હતી અને 22 કિમીનો રોડ શો કરી વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ પહોંચ્યા હતા. ત્યાં તેમણે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને સંબોધન કર્યુ હતું.


આ કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ તેઓ આગ્રા ગયા હતા. તાજમહેલને નીહાળી તેઓ રાત્રે દિલ્હી આવ્યા હતા. આજે સવારે દિલ્હીમાં રાજઘાટ પર તેમણે બાપુને શ્રદ્ધાજંલિ આપી હતી. જે બાદ વડાપ્રધાન મોદી સાથે દ્વિપક્ષીય મંત્રણા કરી હતી. આ પછી તેઓ ભારતીય ઉદ્યોગપતિઓને મળ્યા હતા.


રાત્રે તેમણે રાષ્ટ્રપતિ ભવનમાં ડીનર કર્યુ હતું. જે બાદ તેઓ સ્વદેશ જવા રવાના થયા હતા.


‘મોદી સત્તામાં છે ત્યાં સુધી ભારત-પાકિસ્તાનના સંબંધ નહીં સુધરે’, પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરનું વિવાદાસ્પદ નિવેદન

હાર્દિક પંડ્યાની મંગેતર હજુ પણ નથી ભૂલી એક્સ બોયફ્રેન્ડને, બર્થ ડે પર શેર કર્યો ખાસ વીડિયો