મુંબઈઃ પાકિસ્તાનનો પૂર્વ કેપ્ટન અને વિસ્ફોટક બેટ્સમેન શાહિદ આફ્રિદી તેના ભારત વિરોધી નિવેદન આપવાને કારણે ચર્ચામાં છે. સમયાંતરે ભારત વિરોધી નિવેદન આપતા શાહિદ આફ્રિદીએ આ વખતે ભારત-પાકિસ્તાનના ખરાબ સંબંધ માટે પ્રધાનમંત્રી મોદીને જવાબદાર ગણાવ્યા છે. તેણે કહ્યું, નરેન્દ્ર મોદીની માનસિકતા નકારાત્મક છે અને જ્યાં સુધી તે ભારતના પ્રધાનમંત્રી છે ત્યાં સુધી બંને દેશોના સંબંધ ક્યારેય નહીં સુધરે.
મોદીની માનસિકતા છે નકારાત્મક
ક્રિકેટ પાકિસ્તાનને આપેલા ઈન્ટરવ્યૂમાં આફ્રિદીને ભારત-પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય સંબંધો અંગે પૂછવામાં આવ્યું હતું. જેના જવાબમાં તેણે કહ્યું, “જ્યાં સુધી મોદી સત્તામાં છે ત્યાં સુધી ભારત તરફથી કોઈ પ્રતિક્રિયા મળે તેમ મને નથી લાગતું. આપણે બધા, ત્યાં સુધી કે ભારતીયો પણ જાણે છે કે મોદી શું વિચારે છે. તેમની વિચારશ્રેણી નકારાત્મક છે.”
બંને દેશના લોકો એકબીજાના દેશમાં ફરવા ઈચ્છે છે પણ.....
તેણે એમ પણ કહ્યું, “ભારત અને પાકિસ્તાનના સંબંધ માત્ર એક વ્યક્તિના કારણે ખરાબ થયા છે. બંને દેશના લોકો એકબીજાના દેશમાં ફરવા ઈચ્છે છે. મોદી શું કરવા માંગે છે તે હું નથી જાણતો અને તેમનો એજન્ડા પણ શું છે તે ખબર નથી.”
ભારત-પાક. ક્યારે રમ્યા હતા દ્વિપક્ષીય શ્રેણી
ભારત અને પાકિસ્તાન 2013થી કોઈપણ દ્વિપક્ષીય સીરિઝ રમ્યા નથી. 2013માં પાકિસ્તાનની ટીમ ત્રણ વનડેની સીરિઝ માટે ભારત આવી હતી. ભારતીય ટીમ છેલ્લે 2006માં રાહુલ દ્રવિડની કપ્તાનીમાં પાકિસ્તાન ગઈ હતી.
ઓલરાઉન્ડર આફ્રિદીની કેવી રહી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયર
આફ્રિદીએ 1998-2010 દરમિયાન પાકિસ્તાન તરફતી 27 ટેસ્ટમાં 1716 રન બનાવ્યા છે. જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 156 રન છે. તેણે 5 સદી અને 8 અડધી સદી પણ ફટકારી છે. 1996થી 2015 સુધી 398 વન ડેમાં 6 સદી અને 39 અડધી સદીની મદદથી આફ્રિદીએ 8064 રન બનાવ્યા છે. જ્યારે 2006થી 2018 સુધી 99 T-20માં 150ના સ્ટ્રાઇક રેટથી 1416 રન બનાવ્યા છે. આફ્રિદીએ ટેસ્ટમાં 48, વન ડેમાં 395 અને ટી-20માં 98 વિકેટ ઝડપી છે.
હાર્દિક પંડ્યાની મંગેતર હજુ પણ નથી ભૂલી એક્સ બોયફ્રેન્ડને, બર્થ ડે પર શેર કર્યો ખાસ વીડિયો
બિહારમાં નહીં લાગુ થાય NRC, વિધાનસભામાં પાસ થયો પ્રસ્તાવ; NPRને લઈ લીધો આ મોટો ફેંસલો
IPL 2020: ધોનીને લઈ આવ્યા મોટા સમાચાર, આ તારીખથી શરૂ કરશે પ્રેક્ટિસ
મુકેશ અંબાણી અને ડોનાલ્ડ ટ્રમ્પની આ તસવીર થઈ વાયરલ, જાણો બંને વચ્ચે શું થઈ વાત
‘મોદી સત્તામાં છે ત્યાં સુધી ભારત-પાકિસ્તાનના સંબંધ નહીં સુધરે’, પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરનું વિવાદાસ્પદ નિવેદન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
25 Feb 2020 09:13 PM (IST)
ભારત અને પાકિસ્તાન 2013થી કોઈપણ દ્વિપક્ષીય સીરિઝ રમ્યા નથી.
(ફાઈલ તસવીર)
- - - - - - - - - Advertisement - - - - - - - - -