હાર્દિક પંડ્યાએ મૉડલ અને એક્ટ્રેસ નતાશા સાથે 2020ની શરૂઆતમાં સગાઈ કરી હતી. હાર્દિક અને નતાશા બંને ઘણા સમયથી ડેટ કરી રહ્યા હતા. હાર્દિક પહેલા નતાશા અલી ગોની સાથે રિલેશનશિપમાં હતી. બંનેનું અફેર પણ ઘણું ચર્ચામાં રહ્યું હતું. સામાન્ય રીતે લોકો બ્રેકઅપ બાદ એક્સ સામે જોવાનું પણ પસંદ નથી કરતાં. પરંતુ નતાશા અને અલી ગોની વચ્ચે આમ નથી.
નતાશાએ અલી ગોનીના બર્થ ડે પર શુભેચ્છા આપી હતી. નતાશાએ શેર કરેલા વીડિયોમાં અલી ગોની નજરે પડી રહ્યો છે. ડાંસ રિયાલિટી શો નચ બલિયેના રિહર્સલનો આ વીડિયો છે. જેના કારણે નતાશા ફરી ચર્ચામાં આવી છે.
નતાશાના મંગેતર હાર્દિક પંડ્યાનું નામ પણ અનેક એક્ટ્રેસ સાથે જોડાઈ ચુક્યું છે. ઈશા ગુપ્તા, ઉર્વશી રૌતેલા, પરિણીતિ ચોપડા, એલી એવરામ સામે હાર્દિક પંડ્યા ડેટિંગ કરતો હોવાના અહેવાલ સામે આવ્યા હતા. પરંતુ હાર્દિકે કોઈપણ સાથે ડેટિંગ કરતો હોવાની વાતની પુષ્ટિ નહોતી કરી.
SBI આપશે ઝટકો, હવે મોંઘી થઈ જશે બેંકની આ ખાસ સર્વિસ, ચૂકવવો પડશે તોતિંગ ચાર્જ
મુકેશ અંબાણી અને ડોનાલ્ડ ટ્રમ્પની આ તસવીર થઈ વાયરલ, જાણો બંને વચ્ચે શું થઈ વાત
બીજી ટેસ્ટ પહેલા કોહલીએ બેટ્સમેનોને આપ્યો આકરો સંદેશ, કહ્યું- આક્રમકતા જ છે હથિયાર, ડિફેંસિવ બેટિંગ ન ચાલે
અંબાણી સહિતના CEOs સાથે ટ્રમ્પે કરી મુલાકાત; અમેરિકામાં રોકાણ કરવાની કરી અપીલ, ચૂંટણી જીતીશ તો શેરબજાર દોડશે