નવી દિલ્હીઃ નિર્ભયાના દોષિતોએ 20 માર્ચે થનારી ફાંસીથી બચવા માટે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં નવી અરજી કરી છે. પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયાના હત્યારોની નવી અરજી પર 19 માર્ચે બપોરે 12.00 કલાકે સુનાવણી કરશે.


પટિયાલા હાઉસ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે નિર્ભયાના હત્યારા પવન, વિનયઅને અક્ષયની બીજી દયા અરજી રાષ્ટ્રપતિ પાસે પેન્ડિંગ છે. ઉપરાંત અક્ષયની પત્નીએ પણ તલાક અરજી કરી છે. બિહારની એક કોર્ટમાં તેની સુનાવણી શરૂ છે. પરિણામે જ્યાં સુધી આ અરજી પર સુનાવણી ન થાય ત્યાં સુધી ફાંસીની સજા ન થવી જોઈએ.



કાયદા પ્રમાણે જો કોઈ દોષીની અરજી કોઈપણ કોર્ટમાં પેન્ડિંગ હોય અને તે માન્ય અરજી હોય તેવા કેસમાં જ્યાં સુધી અરજી પર ચુકાદો ન આવી જાય ત્યાં સુધી દોષીને ફાંસીના માંચે લટકાવી શકાય નહીં. આ પહેલા પણ નિર્ભયાના દોષિતો કોઈને કોઈ અરજી દાખલ કરીને ફાંસી ટાળવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

2012ની છે ઘટના

દક્ષિણ દિલ્હીમાં 16 ડિસેમ્બર, 2012ના રોજ ચાલુ બસમાં 23 વર્ષીય વિદ્યાર્થીની નિર્ભયા સાથે સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યા બાદ તેને બસમાંથી ફેંકી દેવામાં આવી હતી. સારવાર બાદ 29 ડિસેમ્બરે સિંગાપુરમાં માઉન્ટ એલિઝાબેથ હોસ્પિટલમાં તેનું મોત થયું હતું.

કોણ છે ચારેય દોષી

મુકેશ સિંહ, વિનય શર્મા, અક્ષય કુમાર સિંહ, પવન ગુપ્તા, રામ સિંહ અને એક કિશોર આ મામલે દોષી જણાયા હતા. રાષ્ટ્રપતિ મુકેશ, વિનય અને અક્ષયના દયા અરજી ફગાવી ચુક્યા છે. રામ સિંહે જેલમાં આત્મહત્યા કરી લીધી હતી અને કિશોરને સજા પૂરી થયા બાદ મુક્ત કરી દેવાયો હતો.

કોચનું થયું હતું રહસ્યમય મોત, શોએબ મલિક થયો ઈમોશનલ, આ રીતે કર્યા યાદ

શેરબજારમાં કોરોનાનો કહેર, માત્ર ત્રણ જ દિવસમાં રોકાણકારોના 9 લાખ કરોડ રૂપિયા થઈ ગયા સ્વાહા

 ક્રૂડના ગગડતા ભાવથી પેટ્રોલમાં 12 રૂપિયા અને ડીઝલમાં 10 રૂપિયાનો ઘટાડો થઈ શકે છે, પણ........