દિલ્હીઃ દિલ્હીની રોહિણી કોર્ટમાં એક વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટના કારણે અફરાતફરી મચી ગઇ હતી. રિપોર્ટ અનુસાર કોર્ટમાં એક લેપટોપમાં વિસ્ફોટ થયો હતો. પોલીસે કહ્યું કે આ મામલાની તપાસ ચાલી રહી છે.ફાયર બ્રિગેડના અધિકારીઓએ કહ્યું કે તેમને સવારે 10 વાગ્યાને 40 મિનિટે વિસ્ફોટની જાણકારી મળી હતી. અધિકારીઓએ કહ્યું કે કોર્ટની કાર્યવાહી રોકી દેવામાં આવી છે.


વિસ્ફોટમાં કોર્ટ નંબર 102માં તૈનાત  પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયો હતો. પોલીસનું કહેવું છે કે આ લો ઇન્ટેસિટી બોમ્બ બ્લાસ્ટ હતો. આ  એક રીતે ક્રૂડ બોમ્બ હતો. દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલે તપાસ શરૂ કરી દીધી છે. ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે.  પોલીસને ઘટનાસ્થળ પરથી આઇઇડી વિસ્ફોટક મળ્યા છે. રાકેશ અસ્થાના પણ રોહિણી કોર્ટ માટે રવાના થયા છે.


આ અગાઉ ડીસીપી રોહિણીએ કહ્યું કે વિસ્ફોટ લેપટોપ બેગમાં થયો હતો. બેગની અંદર શું હતું તે જાણી શકાયું નથી. વિસ્ફોટના સમયે કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી. કોર્ટની સુરક્ષા વધારી દેવામાં આવી છે. નોંધનીય છે કે થોડા મહિના અગાઉ જ રોહિણી કોર્ટમાં ફાયરિંગ થયું હતું. જેમાં કેટલાક હુમલાખોરોએ ગેંગસ્ટર જિતેન્દ્ર માન ઉર્ફ ગોગીની ગોળી મારી હત્યા કરી દીધી હતી. પોલીસે હુમલાખોરોને ઘટનાસ્થળ પર જ ઠાર માર્યા હતા.


 


IAF Helicopter Crash: સંસદમાં રાજનાથ સિંહે કહ્યુ- 'આ દુર્ઘટના પર તપાસના આદેશ અપાયા છે'


India Corona Cases: દેશમાં સતત બીજા દિવસે વધ્યા કોરોના કેસ, રસીકરણનો આંકડો 130 કરોડને પાર


Rajkot: સિટી બસે ટક્કર મારતાં ગંભીર રીતે ઘાયલ PSIનું નિધન, રજા હોવાથી બહાર નિકળ્યા ને મોત આંબી ગયું...


લાલુપ્રસાદનો પુત્ર તેજસ્વી આજે ક્રિશ્ચિયન યુવતીને પરણશે, જાણો કોણ છે આ યુવતી ? તેજસ્વી સાથે કઈ રીતે થયો પરિચય ?