પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરીણામો બાદ આજે બજેટ સત્રના બીજા તબક્કાનો પહેલો દિવસ છે. સત્રની શરુઆતમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકસભાની કાર્યવાહીમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. પીએમ સદનમાં પ્રવેશતાં જ ભારતીય જનતા પાર્ટીના સાંસદોએ મોદી-મોદીના નારા લગાવ્યા હતા. સંસદમાં પીએમ મોદીનું સાંસદોએ જોરદાર સ્વાગત કર્યું તેનો પીએમ મોદીએ હાથ જોડીને આભાર વ્યક્ત કર્યો હતો. 


સંસદમાં બેઠેલા વિદેશી પ્રતિનિધિઓ પણ આ ક્ષણે પીએમ મોદી અને સાંસદોને ખુબ જ જીજ્ઞાસાથી જોતા નજરે પડ્યા હતા. આ સાથે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા પણ હસતા હતા. પાંચ રાજ્યો ઉત્તર પ્રદેશ, ગોવા, મણિપુર, પંજાબ અને ઉત્તરાખંડમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે કુલ 4 રાજ્યોમાં જીત મેળવી છે. 






ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો કુલ 403માંથી ભાજપને 255 સીટો મળી છે. ઉત્તરાખંડમાં ભાજપને 70માંથી 47 સીટો મળી છે. ગોવામાં 40માંથી 20 સીટો પર ભાજપ જીત્યું છે. અને મણિપુરમાં 60 સીટોમાંથી ભાજપને 32 સીટો પર જીત મળી છે. જ્યારે પંજાબમાં ફક્ત 2 સીટો ભાજપને મળી છે. 


આ પણ વાંચોઃ


ગાંધીનગરઃ કોંગ્રેસના ધારાસભ્ય અનિલ જોશીયારાનું લાંબી સારવાર બાદ ચેન્નાઈ ખાતે નિધન


Covid 19 Vaccination: દેશમાં 12-14 વર્ષના બાળકોનું ક્યારથી શરૂ થશે રસીકરણ, 60 વર્ષથી મોટાને ક્યારથી અપાશે પ્રિકૉશન ડોઝ, જાણો વિગત


CORONA : કોવિડ સહાય માટે ખોટા દાવાઓ અંગે સુપ્રીમ કોર્ટે વ્યક્ત કરી ચિંતા, જાણો શું કહ્યું