વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બેંગલુરુ સ્થિત ISRO ટેલિમેટ્રી ટ્રેકિંગ અને કમાન્ડ નેટવર્ક મિશન કંટ્રોલ કોમ્પ્લેક્સ પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓ ઈસરોની મહિલા વૈજ્ઞાનિકોને મળ્યા હતા. આ સાથે તેમણે ચંદ્રયાન-3ને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકાની પણ પ્રશંસા કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બેંગલુરુમાં ISRO ટેલિમેટ્રી ટ્રેકિંગ અને કમાન્ડ નેટવર્ક મિશન કંટ્રોલ કોમ્પ્લેક્સ પહોંચ્યા. અહીં તેઓ ભારતના મૂન મિશન ચંદ્રયાન-3માં સામેલ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના વૈજ્ઞાનિકોને મળ્યા હતા. આ સાથે તેમણે ભારતના પ્રથમ ચંદ્રયાન-3ને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં મહિલા વૈજ્ઞાનિકોની મહત્વપૂર્ણ ભૂમિકાની પણ પ્રશંસા કરી હતી. સંબોઘન પૂર્ણ કર્યાં બાદ પીએમ મોદી મહિલા વૈજ્ઞાનિકોની વચ્ચે પહોંચ્યા અને હાથ જોડીને તેમનું અભિવાદન કર્યું હતું.
પીએમ મોદીએ ઈસરોની મહિલા વૈજ્ઞાનિકો સાથે થોડીવાર વાત કરી, પછી તેમની સાથે ફોટો સેશન કરાવ્યું. 23 ઓગસ્ટ, 2023 ના રોજ સાંજે 6:04 વાગ્યે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડરને સફળતાપૂર્વક લેન્ડ કરનાર ભારત પહેલો દેશ બન્યો છે. બેંગલુરુમાં ઈસરોના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં વૈજ્ઞાનિકોને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, 'ચંદ્રયાન-3 મિશનની સફળતા કોઈ સામાન્ય સફળતા નથી. તમે સમગ્ર વિશ્વમાં ભારતને ગૌરવ અપાવ્યું છે, દેશને ગૌરવ અપાવ્યું છે. આમાં મહિલા વૈજ્ઞાનિકોએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
લોકોનું કલ્યાણ એ અમારી સર્વોચ્ચ પ્રતિબદ્ધતા છે – PM મોદી
તેમણે વધુમાં કહ્યું કે, 'શિવ શક્તિ' બિંદુ (ચંદ્રના દક્ષિણ ધ્રુવ પરનું સ્થળ જ્યાં 'વિક્રમ' લેન્ડર ઉતર્યું હતું) આવનારી પેઢીઓને વિજ્ઞાનને ગંભીરતાથી લેવા અને લોકોના કલ્યાણ માટે તેનો ઉપયોગ કરવા પ્રેરણા આપશે. પીએમ મોદીએ કહ્યું કે 'લોકોનું કલ્યાણ એ અમારી સર્વોચ્ચ પ્રતિબદ્ધતા છે.' ઐતિહાસિક ચંદ્ર ઉતરાણ પર ઈસરોના વૈજ્ઞાનિકોને અભિનંદન આપતા પીએમ મોદીએ કહ્યું કે તેઓ દેશને નવી ઊંચાઈએ લઈ ગયા છે આ યોગદાન દેશ ક્યારેય નહિ ભૂલે.
આ પણ વાંચો
Asia Cup 2023: કોહલીની બેટિંગ પોઝિશન બદલવાની જરૂર, આ દિગ્ગજ ખેલાડીએ શા માટે આપી આવી સલાહ
'મારી પત્નીને કેમ મોકલતા નથી' - ગિન્નાયેલા જમાઇએ સાસુના મોંઢા પર ફેંક્યુ એસિડ, સાસુની હાલત ગંભીર