MP Election 2023: મધ્યપ્રદેશમાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેને ધ્યાનમાં રાખીને ભાજપે તૈયારીઓ તેજ કરી દીધી છે.


મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીને હવે માત્ર 3-4 મહિના બાકી છે. આવી સ્થિતિમાં મધ્યપ્રદેશ ભાજપની કમાન લગભગ કેન્દ્રીય નેતૃત્વએ પોતાના હાથમાં લઈ લીધી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સતત મધ્યપ્રદેશની મુલાકાતે છે. તેઓ 21 દિવસમાં ત્રણ વખત મધ્યપ્રદેશ આવ્યા છે, જ્યારે ચોથી મુલાકાત કદાચ ઓગસ્ટ મહિનામાં જ છે. અહીં પીએમ મોદીની મુલાકાતોની માહિતી પણ સામે આવી રહી છે, જે મુજબ પીએમ મોદી  આગામી  ત્રણ મહિનામાં 3થી વધુ વખત મધ્યપ્રદેશ આવી શકે છે.


આ વખતે ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરા પર જ  ચૂંટણી લડલાના મૂડમાં છે.  આ જ કારણ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધુને વધુ મધ્યપ્રદેશની મુલાકાતે આવે છે. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે, ચૂંટણી પહેલા રાજધાની ભોપાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મેગા રોડ-શો યોજાઈ શકે છે. આ પહેલા જૂનમાં ભોપાલની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મેગા રોડ-શો ભારે વરસાદની સંભાવનાને કારણે મોકૂફ રાખવામાં આવ્યો હતો.                                                      


12 ઓગસ્ટે પ્રથમ પ્રવાસ


વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12મી ઓગસ્ટે એમપીના પ્રવાસે  છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12મી ઓગસ્ટે સાગર આવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર 100 કરોડના ખર્ચે સાગરમાં સંત રવિદાસજીનું મંદિર બનાવવા જઈ રહી છે. મંદિરના ભૂમિપૂજન પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદી આવી રહ્યા છે, ત્યારબાદ પીએમ મોદી ઓમકારેશ્વર આવશે, જ્યાં આદિ શંકરાચાર્યના એકાત્મધામનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ પછી રાજધાની ભોપાલ આવશે. સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ  જૂન મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મેગા રોડ-શો વરસાદને કારણે સ્થગિત કરવામાં આવ્યો હતો, પરંતુ હવે ચૂંટણી પહેલા રાજધાનીમાં પીએમ મોદીનો મેગા રોડ-શો યોજવામાં આવી શકે છે.


આ પણ વાંચો


Weather Update Today: આ રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે આપી ચેતાવણી


Rain Forecast: ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ગુજરાતમાં કેવું રહેશે ચોમાસુ, ક્યાં કેટલો પડશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી


બંગાળીની ખાડીમાં સર્જાયું ડીપ ડિપ્રેશન, શું આ સિસ્ટમના કારણે ગુજરાતમાં વાવાઝોડા સાથે પડશે વરસાદ?


Haryana Violence: હિંસાની વચ્ચે હિન્દુને આશ્રય આપ્યો, બુરખો પહેરાવી ઘરે મોકલ્યાં,તોફાની વચ્ચે આ મુસ્લિમ પરિવાર બન્યો તારણહાર