નવી દિલ્હીઃ કોરોનાની શરૂઆતથી જ પ્રધાનમંત્રી મોદી સતત માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટેન્સિંગ જાળવવા લોકોને અપીલ કરી રહ્યાછે. આ ઉપરાંત તેઓ પણ મોટાભાગે માસ્કમાં દેખાય છે. પરંતુ આમ આદમી પાર્ટીએ ગુરૂવારે એક જાહેર સમારંભમાં માસ્ક નહીં પહેરવા બદલ ટ્વિટર પર વડાપ્રધાન મોદીને ટ્રોલ કર્યા હતા. આપે કોરોના મહામારી મુદ્દે લોકોને ગંભીરતા દાખવવા અને વડાપ્રધાન મોદી જેવા નહીં બનવાની સલાહ આપતાં માસ્ક પહેરવા જણાવ્યું હતું. જોકે, મોદીએ કયા જાહેર સમારંભમાં માસ્ક નહોતો પહેર્યો તે જાણી શકાયું નથી.


આમ આદમી પાર્ટીએ ગુરૂવારે એક વીડિયો ટ્વિટ કર્યો હતો, જેમાં વડાપ્રધાન મોદી એક જાહેર કાર્યક્રમમાં માસ્ક પહેર્યા વિના ફરી રહ્યા હતા જ્યારે તેમના સુરક્ષા અને અન્ય અિધકારીઓએ માસ્ક પહેર્યા હતા.

વડાપ્રધાન મોદીને હેન્ડીક્રાફ્ટ વસ્તુઓ વેચતા એક દુકાનદાર સાથે વાતચીત કરતા વીડિયો ક્લિપમાં દર્શાવાયા છે. જોકે, આ વીડિયો ક્યારે અને ક્યાં રેકોર્ડ કરાયો હતો તે સ્પષ્ટ નથી.  જોકે, આપે માસ્ક વિના ફરતા વડાપ્રધાન મોદીનો વીડિયો વાયરલ કરીને તેમને ટ્રોલ કરવાની સાથે લોકોને મોદી જેવા બેજવાબદાર નહીં બનવા સલાહ આપી હતી.



ટ્વિટર પર વડાપ્રધાન મોદીના ટેકેદારોએ આપ નેતાઓ પર વળતો હુમલો કરતાં આક્ષેપ કર્યો હતો કે તાજેતરના કેટલાક મહિનામાં આપના અનેક નેતાઓ અનેક જાહેર સમારંભમાં માસ્ક વિના ફરતા જોવા મળ્યા હતા.

Corona Update: અમેરિકામાં સતત બીજા દિવસે ત્રણ હજાર મોતથી ફફડાટ, ડિસેમ્બરથી 13મી વખત નોંધાયા 2 લાખથી વધુ કેસ

2021માં શનિની ચાલમાં નહીં પડે કોઇ ફરક, સાડાસાતી અને ઢૈયા પર શું પડશે અસર, જાણો

ગુજરાતને અડીને આવેલું આ હિલ સ્ટેશન થીજી ગયું, ઠેર ઠેર જામી ગયો બરફ