Presidential Election Result: દ્રૌપદી મુર્મૂને ત્રીજા રાઉન્ડના અંતે કુલ 2161 મત મળ્યા, કુલ મતના 50 ટકાથી વધુ આંકડો પાર થયો
ભારતના આગામી રાષ્ટ્રપતિ કોણ બનશે? આ સવાલ પરથી આજે પડદો ઉઠશે. 18મી જુલાઈએ યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીની આજે મતગણતરી થશે
ત્રીજા રાઉન્ડ સુધી, કુલ માન્ય મત 3219 છે અને કુલ મૂલ્ય 8,38,839 છે જેમાંથી દ્રૌપદી મુર્મૂને 5,77,777ના મૂલ્યના 2161 મત મળ્યા છે. યશવંત સિંહાને 2,61,062ના મૂલ્યના 1058 વોટ મળ્યાઃ પી.સી મોદી, સેક્રેટરી જનરલ, રાજ્યસભા
NDA પ્રમુખપદના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂએ ત્રીજા રાઉન્ડની ગણતરીના અંતે કુલ માન્ય મતોના 50% મતો મેળવી લીધા છે જેથી તેઓ દેશના રાષ્ટ્રપતિ બનવા માટે તૈયાર છે.
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન વખતે કુલ 17 સાંસદોએ NDAના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂના પક્ષમાં ક્રોસ વોટિંગ કર્યું હોવાનું સુત્રોએ જણાવ્યું છે.
એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ જીતની નજીક હોવાથી, દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટરની બહાર ઉજવણી માટે મોટી સંખ્યામં લોકો એકઠા થયા છે. રાષ્ટ્રપતિની ચૂંટણીની મતગણતરી હજુ ચાલુ છે, પરંતુ દ્રૌપદી મુર્મૂએ અજેય લીડ બનાવી લીધી છે.
અત્યાર સુધીમાં કુલ 1886 મતોની ગણતરી થઈ ચૂકી છે. તેમાંથી દ્રૌપદી મૂર્મુને 1349 વોટ મળ્યા જેનું મૂલ્ય 4,83,299 છે અને યશવંત સિંહાને 537 વોટ મળ્યા જેનું મુલ્ય 1,89,876 છે. દ્રૌપદી મુર્મૂને કુલ મતદાનમાંથી 71.79 ટકા મત મળ્યા છે.
રાજ્યસભાના સેક્રેટરી પી.સી મોદીએ જાણકારી આપી છે કે, મતગણતરીના બીજા રાઉન્ડના અંતે દ્રૌપદી મુર્મૂ આગળ છે. અત્યાર સુધીમાં 10 રાજ્યોના કુલ 1138 વોટની ગણતરી કરાઈ છે જેનું કુલ મુલ્ય 1,49,575 છે. કુલ 1138 વોટમાંથી દ્રૌપદી મુર્મૂને 809 વોટ મળ્યા છે. જેનું મુલ્ય 1,05,299 થાય છે. તો વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હાને 329 મળ્યા છે જેનું મુલ્ય 44,276 થાય છે. આમ બીજા રાઉન્ડના અંતે NDAના ઉમેદવાર મોટી લીડ સાથે આગળ છે.
રાજ્યસભાના સેક્રેટરી પી.સી મોદીએ જાણકારી આપી છે કે, મતગણતરીના બીજા રાઉન્ડના અંતે દ્રૌપદી મુર્મૂ આગળ છે. અત્યાર સુધીમાં 10 રાજ્યોના કુલ 1138 વોટની ગણતરી કરાઈ છે જેનું કુલ મુલ્ય 1,49,575 છે. કુલ 1138 વોટમાંથી દ્રૌપદી મુર્મૂને 809 વોટ મળ્યા છે. જેનું મુલ્ય 1,05,299 થાય છે. તો વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હાને 329 મળ્યા છે જેનું મુલ્ય 44,276 થાય છે. આમ બીજા રાઉન્ડના અંતે NDAના ઉમેદવાર મોટી લીડ સાથે આગળ છે.
રાષ્ટ્રપતિની ચૂંટણીની મત ગણતરીમાં NDAના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ આગળ ચાલી રહ્યાં છે. રાજ્યસભાના મહાસચિવ પીસી મોદીએ કહ્યું કે, સાંસદોના મતોની ગણતરી થઈ ગઈ છે. દ્રૌપદી મુર્મુને 540 સાંસદોએ વોટ આપ્યો જેનું મુલ્ય 378000 છે. યશવંત સિંહાને 208 સાંસદોના વોટ મળ્યા જેનું મુલ્ય 145600 છે. મહત્વનું છે કે, મતદાનમાં સાંસદોના કુલ 748 મત પડ્યા છે, જેનું મૂલ્ય 523600 છે.
રાષ્ટ્રપતિની ચૂંટણીની મત ગણતરીમાં NDAના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ આગળ ચાલી રહ્યાં છે. રાજ્યસભાના મહાસચિવ પીસી મોદીએ કહ્યું કે, સાંસદોના મતોની ગણતરી થઈ ગઈ છે. દ્રૌપદી મુર્મુને 540 સાંસદોએ વોટ આપ્યો જેનું મુલ્ય 378000 છે. યશવંત સિંહાને 208 સાંસદોના વોટ મળ્યા જેનું મુલ્ય 145600 છે. મહત્વનું છે કે, મતદાનમાં સાંસદોના કુલ 748 મત પડ્યા છે, જેનું મૂલ્ય 523600 છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાલે સાંજે 5.30 વાગ્યે દિલ્હીની હોટલ અશોકામાં યોજાનારા વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના વિદાય સમારંભની મેજબાની કરશે. રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈના રોજ પુર્ણ થઈ રહ્યો છે.
દ્રૌપદી મુર્મૂએ બનાવેલી ઓડિશાની એસએલએસ (શ્યામ, લક્ષ્મણ અને સિપુન) મેમોરિયલ રેજિડેંશિયલ સ્કૂૂલ, પહાડપુરમાં ઉજવણી શરુ થઈ ગઈ છે. આ શાળાની સ્થાપના દ્રૌપદી મુર્મૂએ તેમના પતિ અને 2 પુત્રોના નિધન બાદ તેમની યાદમાં બનાવી હતી.
રાષ્ટ્રપતિ ચૂંટણીની વોટોની ગણતરી ચાલુ છે જેનું પહેલું વલણ સામે આવ્યું હતું. પહેલા વલણમાં NDAના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને 540 વોટ મળ્યા છે તો યશવંત સિન્હાને 240 વોટ મળ્યા છે.
રાષ્ટ્રપતિની ચૂંટણીની મતગણતરી પૂર્ણ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 4 વાગ્યે દ્રૌપદી મુર્મુના ઘરે જશે.
ભાજપને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીતનો વિશ્વાસ છે. પાર્ટીએ પણ વિજય સરઘસની તૈયારીઓ શરૂ કરી દીધી છે. એટલું જ નહીં દ્રૌપદી મુર્મુની જીત બાદ જેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા 3 કિલોમીટર લાંબો રોડ શો કરશે. આ કાર્યક્રમમાં અનેક કેન્દ્રીય મંત્રીઓ પણ ભાગ લેશે.
દિલ્હી ભારતીય જનતા પાર્ટી (BJP) એકમના નેતાઓએ ગુરુવારે સાંજે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મત ગણતરી બાદ ભાજપના વડા જેપી નડ્ડાની આગેવાનીમાં એક વિશાળ "અભિનંદન યાત્રા" નું આયોજન કર્યું છે, જેમાં હજારો નેતાઓ અને કાર્યકરો હાજરી આપશે
એવી ચર્ચા છે કે મુર્મૂની તરફેણમાં ઘણા વોટ પડ્યા છે. જો આ દાવો સાચો પડશે તો તે દેશના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ હશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે. નવા રાષ્ટ્રપતિ 25 જુલાઈએ શપથ લેશે.
બ્રેકગ્રાઉન્ડ
Presidential Election Result: ભારતના આગામી રાષ્ટ્રપતિ કોણ બનશે? આ સવાલ પરથી આજે પડદો ઉઠશે. 18મી જુલાઈએ યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીની આજે મતગણતરી થશે અને સાંજ સુધીમાં પરિણામ જાહેર થવાની શક્યતા છે. મતગણતરી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. સંસદ ભવનમાં મતગણતરી કરવામાં આવશે. રૂમ નંબર 63માં મતગણતરી કરવામાં આવશે. આ જ રૂમમાં મતદાન પણ થયું હતું. મતગણતરી માટે તમામ રાજ્યોની વિધાનસભાઓમાંથી મતપેટીઓ આવી ગઈ છે. સવારે 11 વાગ્યાથી મતગણતરી શરૂ થશે.
આ રીતે મતગણતરી થશે
સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, સૌથી પહેલા સંસદ ભવન (સનદ ભવન)માં પડેલા મતોની ગણતરી કરવામાં આવશે. સંસદ ભવનમાં કુલ 730 મત પડ્યા હતા. આ મતોની ગણતરી બાદ રાજ્યોમાં પડેલા મતોની ગણતરી શરૂ થશે. આ માટે 10 રાજ્યોની મતપેટીઓ વારાફરતી મૂળાક્ષરોના ક્રમમાં બહાર કાઢવામાં આવશે. ઉદાહરણ તરીકે, પ્રથમ 10 રાજ્યોમાં આંધ્ર પ્રદેશ, આસામ, બિહાર, ગુજરાત, હરિયાણા, છત્તીસગઢ અને ઝારખંડ જેવા રાજ્યોનો સમાવેશ થશે.
દ્રૌપદી મુર્મૂ ચૂંટાશે
બીજેપી સાંસદ રાજકુમાર ચાહરે કહ્યું હતું કે એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂની જીત નિશ્ચિત માનવામાં આવે છે કારણ કે આંકડા તરફેણમાં છે. વિરોધી ઉમેદવાર યશવંત સિન્હાની જીતની શક્યતા ખૂબ ઓછી છે કારણ કે વિવિધ રાજ્યોમાંથી દ્રૌપદી મુર્મૂની તરફેણમાં ક્રોસ વોટિંગના અહેવાલો પણ આવ્યા છે. મુર્મૂના ચૂંટણી પ્રચાર પર નજર રાખતા ભાજપના સૂત્રો દાવો કરે છે કે મુર્મૂને ઓછામાં ઓછા 65 ટકા મત મળશે, તેથી તેમની જીત નિશ્ચિત છે.
સૌથી વધુ મત યુપીમાંથી
આ વખતે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદારયાદીમાં કુલ 4809 મતદારો છે. જેમાંથી 776 સાંસદ અને 4033 ધારાસભ્યો છે. સાંસદોના એક વોટનું મૂલ્ય 700 છે જ્યારે ધારાસભ્યોના એક વોટનું મૂલ્ય દરેક રાજ્યમાં બદલાય છે. ઉત્તર પ્રદેશમાં ધારાસભ્યોના એક વોટનું મહત્તમ મૂલ્ય 208 છે જ્યારે સૌથી ઓછું 7 સિક્કિમમાં છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -