નવી દિલ્હીઃ 1971ના યુદ્ધમાં ભારતની જીતને યાદ કરતા કોગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે મોદી સરકાર ઇન્દિરાને ક્રેડિટ આપી રહી નથી. મોદી સરકાર સત્યથી ડરે છે. એટલા માટે વિજય દિવસને લઇને આયોજીત કાર્યક્રમમાં તેમનું નામ લેવામાં આવી રહ્યું નથી. અગાઉ મલ્લિકાર્જુન ખડગેએ આરોપ લગાવ્યો કે કેટલાક લોકો ઇન્દિરા ગાંધીને ભૂલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
રાહુલ ગાંધીએ દહેરાદૂરમાં આયોજન એક કાર્યક્રમમાં કહ્યું કે બાંગ્લાદેશ યુદ્ધને લઇને આજે દિલ્હીમાં એક આયોજન હતું. જેમાં ઇન્દિરા ગાંધીના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નહી. જે મહિલાએ દેશ માટે બલિદાન આપ્યું. તેમનું નામ આમંત્રણમાં નહોતું. કારણ કે આ સરકાર સત્યથી ડરે છે.
આ અગાઉ કોગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે કેટલાક લોકો ઇન્દિરા ગાંધીના નામને ભૂલાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. બાંગ્લાદેશના લોકો આજના દિવસને યાદ કરે છે. જવાહરલાલ નેહરુથી લઇને ઇન્દિરા ગાંધી સુધી લોકતંત્રની મદદ માટે યોગદાન આપતા રહ્યા છે પરંતુ કેટલાક લોકો 1971ના યોગદાનને ભૂલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
કોગ્રેસે 50મા વિજય દિવસના અવસર પર ગુરુવારે 1971ના યુદ્ધમાં પાકિસ્તાન વિરુદ્ધ મળેલી જીત બદલ ભારતીય સૈન્યના શૌર્યને સલામી આપી હતી અને પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને યાદ કર્યા હતા.
Surat: પાંડેસરામાં 10 વર્ષીય માસૂમની હત્યા અને દુષ્કર્મ કેસમાં આરોપીને કોર્ટે ફટકારી ફાંસીની સજા
ગુજરાતમાં નોંધાયો વધુ એક ઓમિક્રોનનો કેસ, મહેસાણામાં મહિલાનો રિપોર્ટ પોઝિટીવ
India Corona Cases: દેશમાં સતત ત્રીજા દિવસે કોરોનાના કેસમાં થયો વધારો, જાણો આજનો લેટેસ્ટ આંકડો
Surat : મોબાઇલ પર વાત કરતા કરતા કામ કરવાની ટેવ હોય તો જોઇ લો આ વીડિયો, નહીં તો પછી.......