નવી દિલ્હીઃ દેશમાં ફરી એકવાર કોરોનાનો રાફડો ફાટડા લોકોમાં ભયનો માહોલ ફેલાઇ ગયો છે. ધીમે ધીમે પાટા પર આવી રહેલી અર્થવ્યવસ્થાને ફરી એકવાર મોટો ઝટકો લાગવાનુ નક્કી છે, કેમ કે દેશમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રૉને ફરી એકવાર મોટાભાગના રાજ્યોમાં તબાહી મચાવવાનુ શરૂ કરી દીધુ છે. સ્થાનિક રેટિંગ એજન્સી ઇન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચે ચાલુ નાણાકિય વર્ષમાં ભારતના આર્થિક વિકાસના અનુમાનમાં મોટો ઘટાડો કર્યો છે. આ ઘટાડાને જોઇને માની શકાય કે ઓમિક્રૉનથી ભારતીય અર્થવ્યવસ્થાને ખતરો છે.
રેટિંગ એજન્સી ઇન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચે જણાવ્યુ હતુ કે, ઓમિક્રોન વેરિયેન્ટના સંક્રમણની ગતિને જોતા દરેક રાજ્યોએ નિયંત્રણો લાદવાના શરૂ કરી દીધા છે, આ નિયંત્રણોની સીધી અસર દેશમાં વ્યાપારીક પ્રવૃતિઓ પર પડશે, જેના કારણે ચાલુ નાણાકિય વર્ષનો વિકાસ દર 0.10 ટકાથી ઘટીને 9.3 ટકા થઈ શકે છે.
એજન્સીએ વધુમાં જણાવ્યુ કે, એજન્સીએ જીડીપીગ્રોથના અંદાજને ઘટાડતા એક રિપોર્ટમાં કહ્યુ છે કે છેલ્લા 15 દિવસમાં નવા કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે આવી સ્થીતીમાં ચોથા ક્વાર્ટરમાં દેશનો વિકાસ દર ઘટીને 5.7 ટકા થઈ શકે છે. આની અસર આર્થિક અને વ્યાપારી પ્રવૃત્તિઓ પર પડશે, જેના કારણે ચાલુ નાણાકીય વર્ષનો વિકાસ દર 0.10 ટકા ઘટીને 9.3 ટકા થઈ શકે છે.
એજન્સીના જણાવ્યા અનુસાર, કોરોનાના વધતા જતા કેસોને કારણે લાદવામાં આવેલા પ્રતિબંધોની તેના પર ખરાબ અસર પડશે, જેનાથી અર્થવ્યવસ્થામાં ચાલી રહેલી રિકવરીને અસર થશે. આનાથી જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરના જીડીપી પર 0.4 ટકાની અસર જોવા મળી શકે છે, જ્યારે આખા વર્ષ માટે જીડીપી અગાઉના અંદાજોની સરખામણીમાં 0.1 ટકા ઘટી શકે છે.
આ પણ વાંચો...........
કયા કયા રાજ્યોમાં કોરોનાના કેરથી ડરી સરકાર ને સ્કૂલ-કૉલજો કરાવી દીધી બંધ, જુઓ લિસ્ટ.........