Floor Test in Maharashtra: મહારાષ્ટ્રની (Maharashtra) રાજનીતીમાં દરરોજ નવા નવા પરિવર્તન અને ફંડાઓ સામે આવી રહ્યાં છે. ઉદ્વવ ઠાકરે (Uddhav Thackeray)ની ખુરશી લગભગ જવાની તૈયારીમાં છે, શિવસેનાના બળવાખોર ધારાસભ્યો એકનાથ શિન્દેની સાથે ગૌહાટીમાં છે, હાલમાં મહારાષ્ટ્ર વિધાનસભામાં શિવસેના (Shivsena)નુ સંખ્યાબળ સતત ઘટી રહ્યું છે. આવામાં સૌથી મોટો પ્રશ્ન ફ્લૉૉર ટેસ્ટનો આવી શકે છે. જો મહારાષ્ટ્ર વિધાનસભમાં ફ્લૉર ટેસ્ટ થશે તો કોણ બહુમતી સાબિત કરી શકે છે ? જાણો અહીં........
ઉલ્લેખનીય છે કે ગુરુવારે એકનાથ શિન્દે (Eknath Shinde) જુથમા શિવસેનાના 33 ધારાસભ્યો હતા, હવે તે વધીને 38 થઇ ગયા છે, 9 ધારાસભ્યો અપક્ષ છે અને 2 ધારાસભ્યો પ્રહર જનશક્તિ પાર્ટીના છે, જે ગૌહાટી (Guwahati) ની રેડિસન બ્લૂ હૉટલમાં રોકાયા છે, હવે બધાની નજર ફ્લૉર ટેસ્ટ પર ટકેલી છે.
ફ્લૉર ટેસ્ટ કોણ કરે છે -
કાયદા અનુસાર, જો વિધાનસભા સત્ર ચાલી રહ્યું હોય છે, તો વિધાનસભા અધ્યક્ષ ફ્લૉર ટેસ્ટ માટે બોલાવી શકાય છે, પરંતુ જો સત્ર નથી ચાલી રહ્યું તો અનુચ્છેદ 163 અંતર્ગત રાજ્યપાલ ફ્લૉર ટેસ્ટ માટે બોલાવી શકે છે. યાદ રહે કે મહારાષ્ટ્રમાં હાલ ફ્લૉર ટેસ્ટ માટે રાજ્યપાલ જ બોલાવી શકે છે, કેમ કે ત્યાં વિધાનસભા સત્ર નથી ચાલી રહ્યું.
બહુમતી સાબિત કરવા શું છે આંકડો -
મહારાષ્ટ્રની 288 ધારાસભ્યો વાળી વિધાનસભામાં કોઇપણ રાજકીય પાર્ટીને પોતાની બહુમતી સાબિત કરવા માટે 144 ધારાસભ્યનુ સમર્થન જોઇતુ હોય છે, હાલના સરકારમાં શિવસેનાના 55 ધારાસભ્યો, એનસીપીના 53 ધારાસભ્યો અને કોંગ્રેસના 44 ધારાસભ્ય છે. આ ઉપરાંત એમએનએસ, સ્વાભિની પક્ષ અને રાષ્ટ્રીય સમાજ પક્ષના એક એક ધારાસભ્ય અને 6 અપક્ષ ધારાસભ્યોનુ સમર્થન છે. તો વળી બીજેપીની પાસે 106 ધારાસભ્યોની સાથે મુખ્ય વિપક્ષી પાર્ટી બનેલી છે.
બીજેપી અને એકનાથ શિન્દે સાથે આવે તો -
જો વાત કરી, તે સમીકરણની કે જેમાં એકનાથ શિન્દેના બળવાખોર ધારાસભ્યોની, તો તેમની પાસે શિવસેનાના 38 ધારાસભ્યો છે, તેની સાથે બીજા 9 અપક્ષ અને 2 પ્રહર જનશક્તિ પાર્ટીના ધારાસભ્યોનુ પણ સમર્થન છે. સાથે જ જો બીજેપીના 106 ધારાસભ્યો પણ આવી જાય છે, તો આ સૌથી મોટુ ગઠબંધન બની જશે, આવામાં આસાનીથી આ જૂથ બહુમતી સાબિત કરીને સરકાર બનાવી શકે છે.
આ પણ વાંચો.....
Pakistan: 26/11 મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ સાજિદ મીર જીવિત છે, ISIએ આતંકીને મૃત જાહેર કર્યો હતો
India Corona Cases Today: ભારતમાં કોરોનાએ પકડી સ્પીડ, જાણો શું છે છેલ્લા 24 કલાકની સ્થિતિ
Gujarat Rain : છેલ્લા 24 કલાકમાં 70 તાલુકામાં ખાબક્યો વરસાદ, નવસારીના ચીખલીમાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ
Gujarat Corona Cases: કોરોનાને લઈ ગુજરાત માટે શું છે ચિંતાજનક સમાચાર ? જાણો વિગત
સવારે ઉઠતા જ ન જોવી જોઈએ આ 5 વસ્તુઓ, દિવસ થશે ખરાબ